મોરબીમાં સતત બીજા દિવસે તસ્કરોનો તરખાટ : ત્રણ ઘરોમાંથી રૂ. ૧.૭૭ લાખની ચોરી

- text


તસ્કરોએ નીતિનનગર સોસાયટીના ત્રણ ઘરોને નિશાન બનાવીને હાથ ફેરો કર્યો : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

મોરબી : મોરબીના શનાળા ગામમાં આવેલી નીતિનનગર સોસાયટીમાં એક સાથે ત્રણ મકાનના તાળાં તૂટતાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તસ્કરો સોના ચાંદીના દાગીનાં સહીત રૂ.૧.૭૭ લાખના મુદ્દામાલ સાથે છું થઈ ગયા હતા. બનાવ અંગે મકાન માલિકોએ એ ડિવિઝન પોલિસે સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

મોરબીના સિલ્વર પાર્ક સોસાયટીમાં ઘર ફોડી ના બનાવને હજુ ૨૪ કલાક પણ થઇ ન હતી ત્યાં ફરી એકવાર એક મકાનના તાળાં તોડી તસ્કરો રુ.૧.૭૭ લાખના મુદ્દામાલ લઇ ફરાર થઈ ગયા હતા.બનાવની મળતી વિગત મુજબ મોરબીના શનાળા ગામમાં આવેલ નીતિનનગર સોસાયટીમાં રહેતાં અનેં પ્રાઇવેટ નોકરી કરતાં યુવરાજસિંહ મહેન્દ્ર સિંહ ઝાલાના મકાનની છત પર સુતાં હતાં ત્યારે તસ્કરો ત્રાટકયા હતાં અનેં તેમનાં મકાનનૉ મેઈન દરવાજો તોડી ઘરમાં પ્રવેશી રુ.૧૦,૦૦૦ રોકડ અનેં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.

- text

બાદમાં બાજુમાં રહેતાં કરણસિંહ મહેન્દ્રસિંહ ઝાલાના ઘરે મંગળસૂત્ર અનેં રોકડ રકમ મળી રુ.૨૭,૦૦૦ તેમજ કશ્યપભાઈ રવીન્દ્રભાઈ શાહના મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.૧.૭૭ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. બનાવની યુવરાજ સિંહે એ ડિવિઝન પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.જે બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અનેં આગળની તપાસ હાથ ધરી હતી.

- text