માટેલ નજીક સીરામીક એકમમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી

- text


બન્ને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના માટેલ નજીક આવેલ સીરામીક એકમમાં જેક ઉપડવા બાબતે બોલાચાલી બાદ બે પક્ષો વચ્ચે મારમારી થઇ હતી. જેમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાતા વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ સ્પેટીના સીરામીક એકમમાં રહેતા અને કામ કરતા રણજીત દેવિચરણ (ઉ.૨૫) એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેની સાથે આરોપી રાહુલે જેક ઉપાડવા બાબતે બલાચાલી બાદ ટાઇલ્સ નો છૂટો કટકો માર્યો હતો અને બાદમાં તેની સાથે રહેલ ઘેલા કોળી, કાના કોળી, મનહર કોળી એ છૂટાહાથની મારામારી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી

- text

તો સામાપક્ષે ઘેલા કોળીએ રણજીત દેવિચરણ,મનજીત દેવિચરણ, સંદીપ દેવિચરણ, જગભાંન, સુનીલ કલુ અને ક્રિષ્ના ગંગા સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

- text