મોરબીમાં પોલીસ અધિક્ષકની કચેરીના બે ક્લાર્કની સુરેન્દ્રનગર બદલી

- text


મોરબીમાં બન્ને જગ્યાએ સુરેન્દ્રનગરના બે કલાર્કની નિમણૂક
મોરબી : મોરબીમાં પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતા ક્લાર્ક ડી.બી. મકવાણા અને પી. જી. ગોહિલની બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ એ.એસ.પરમાર અને આર.બી.સોલંકીની નિમણૂક કરવામાં આવી છે.

- text

રેન્જ આઈ.જી.ડી એન પટેલે જુદા જુદા જીલ્લામાં ફરજ બજાવતા ૫૫ કલાર્ક ની બદલીઓ કરી છે. જેમાં મોરબીમાં પોલીસ અધિક્ષકની કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા ડી.બી. મકવાણા તેમજ પી.જી.ગોહિલની સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકની કચેરીમાં બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતા આર.બી.સોલંકી અને એ.એસ.પરમારને મોરબી મુકવામાં આવ્યા છે.

- text