હળવદના ટીકર ગામે સમર કેમ્પના પ્રથમ દિવસે રણકાઠાના ૧૭૫ બાળકોએ લીધો ભાગ

- text


બાળકોએ ઉત્સાહભેર આર્ચરી, કરાટે અને ચિત્ર જેવી પ્રવૃત્તિઓ કરી આનંદ મેળવ્યો

મોરબી : રણકાંઠાના બાળકો માટે હળવદના ટીકર ગામે સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રિ દિવસિય કેમ્પના પ્રથમ દિવસે ૧૭૫ બાળકોએ ભાગ લઈને વિવિધ રમતો રમી ખૂબ આનંદ મેળવ્યો હતો. તમામ પ્રવૃત્તિમાં વિજેતા થયેલા બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.

મોરબી જિલ્લા વ્યાયામ અને કલા શિક્ષક સંધના ઉપક્રમે હળવદમાં ટીકર ગામે રણકાઠા વિસ્તારના બાળકો માટે સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો ઉનાળુ વેકેશનમાં કોઈને કોઈ પ્રવૃત્તિ કરતા રહે , નવું શિખવાનું વાતાવરણ મળે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી વ્યાયામ,ચિત્ર અને સંગીત જેવી પ્રવૃતિઓ સાથે વિવિધ રમતો રમાડવામાં આવી રહી છે.

- text

બાળકો માં રહેલી સુષુપ્ત શક્તિને ઉજાગર કરવાના ઉમદા હેતુ સાથે 10 થી વધુ પ્રવૃત્તિ જેવી કે વોલીબોલ, રાઈફલ શુટિંગ, આચૅરી, યોગાસન, કરાટે,ચિત્ર,સંગીત,એથ્લેટીક્સ,જેવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિ ની તાલિમ નિ:શુલ્ક મળે માટે ત્રિદિવસીય ફ્રી સમર કેમ્પ યોજાઈ રહ્યો છે. જેમાં પ્રથમ દિવસે ૧૭૫ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે પ્રવૃત્તિ માં આચૅરી, કરાટે અને ચિત્ર શિખવવામાં આવ્યુ હતું. તેમજ ભાગ લેનાર દરેક બાળક ને પ્રમાણ પત્ર ઉપરાંત સ્પર્ધામાં ૧થી ૩ માં વિજેતા થનાર બાળકને પ્રોત્સાહનના ભાગ રૂપે ઇનામ આપવામાં આવશે. દરેક બાળક માટે નાસ્તા નું આયોજન કરવા માં આવેલ છે તેમ મોરબી જિલ્લા વ્યાયામ અને કલા શિક્ષક સંધ ના પ્રમુખ શૈલેશભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે.

- text