મોરબી જિલ્લામાં ઓરી અને રૂબેલા જેવા રોગોને અટકાવવા જુલાઈ માસથી કેમ્પઈન

- text


૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને એમ.આર.વેકસીન અપાશે : આરોગ્ય શાખા દ્વારા તૈયારીઓનો ધમધમાટ

મોરબી : મોરબી જિલ્લામાં ઓરી અને રુબેલા જેવા રોગોને નાથવા માટે રાજ્ય સરકારના આદેશ અનુસાર જુલાઈ માસથી ખાસ કેમ્પઈન શરૂ કરવામાં આવશે. જેમાં જિલ્લાના ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને મેઝલ્સ અને રુબેલાનું વેકસીન આપવામાં આવશે.

રાજ્યમાં આગામી જુલાઈ માસથી ઓરી અને રુબેલા જેવા ઘાતક રોગોને નાથવા માટે કેમ્પઈનનું આયોજન કરવામા આવ્યું છે. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં પણ આ કેમ્પઈનની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તાજેતરમાં જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ , કર્મચારીઓ તેમજ સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં ઉપસ્થિત તમામને એમ.આર.વેકસીન અંગે માહિતી આપવામાં આવી હતી.

- text

મોરબી જિલ્લામાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને મેઝલ્સ અને રુબેલા વેકસીન આપવામાં આવશે. જિલ્લાના ૩ લાખ બાળકોને રસી આપવા પ્રથમ શાળામાઓમાં કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ આંગણવાડી અને બાકી રહી ગયેલા બાળકોને રસીકરણ કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમ બાદ મોબાઈલ ટીમ દ્વારા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોના બાળકોને રસીકરણ કરવામાં આવશે. આમ ૧૦૦ ટકાના લક્ષ્યાંક સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ કેમ્પઈન હાથ ધરવામાં આવશે.

- text