વારંવાર આંદોલનના પગલે મોરબી કલેકટર કચેરીની ૧૦૦ મીટરની ત્રિજીયામાં કલમ ૧૪૪ લાગુ

- text


કલેક્ટર કચેરીએ આંદોલનકારીઓ એકઠા થતા હોય જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પડ્યું : ત્રણ મહિના સુધી ૧૪૪ની કલમ લાગુ કરાઈ

મોરબી : મોરબીના ખાનપર ગામના ખેડૂતો દ્વારા ગઈકાલે અચાનક રેલી યોજી અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવતા કલેકટર તંત્ર ઉપાધિ માં મુકાયું હતું જેને પગલે જિલ્લા કલેકટરે ત્રણ મહિના માટે જાહેરનામું બહાર પાડી કલેકટર કચેરી આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયામાં રેલી, ધરણા યોજવા પર પ્રતિબંધ લાદી કલમ ૧૪૪ મુજબ જાહેરનામું અમલી બનાવ્યું છે.

મોરબી જિલ્લા કલેક્ટર આર.જે.માકડિયાએ બહાર પડેલા જાહેરનામામાં જણાવાયું છે કે મોરબી જિલ્લાના સો ઑરડી વિસ્તાર, શોભેશ્વર રોડ, મોરબી ખાતે આવેલ જિલ્લા સેવા સદનમાં કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ જેવી મહત્વની વહિવટી કચેરીઓ કામ કરી રહી છે. જિલ્લાના નાગરીકો પોતાની માંગણી, રજુઆત તરફ ધ્યાન ખેંચવા માટે છાસવારે પ્રતિક ઉપવાસ, ઘરણા, રેલી અને અન્ય આંદોલનનું ઑચીતુ આયોજન કરી જિલ્લા સેવા સદનના સંકુલ તથા કચેરીઓમાં અને જાહેંરમાર્ગ ઉપર બાઘા સર્જે છે.

- text

જેના પરિણામે જિલ્લા સેવા સદનની કચેરીમાં આવતા અરજદારો, પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ માટે દુવિધા સર્જાય છે. આ સંજોગોમાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ મોરબીના સો ઓરડી વિસ્તાર, શોભેશ્વર રોડ, મોરબી ખાતે આવેલા જિલ્લા સેવા સદનની ૧૦૦ મિટરની ત્રિજ્યા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જિલ્લા કલેકટરનું આ જાહેરનામુ ફરજ પરના સરકારી અધિકરી કે કર્મચારીઓને અને આ કચેરીના અરજદારોને લાગુ પડશે નહીં. અત્રે ઉલ્લેખનીય છેકે હવે પછી કોઈ પણ માંગણી સાથે કલેક્ટર કચેરીમાં આંદોલનનું રણસિંગુ ન ફૂંકાઈ તે હેતુથી જિલ્લા કલેક્ટરે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

- text