મોરબીના રવાપર રોડ પર આઠ શખ્સોની ટોળકીનો પિતા- પુત્ર પર હુમલો

- text


મોરબી : મોરબીના રવાપર રોડ પર પિતા-પુત્ર પર આઠ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.

મોરબીના યદુનંદન સોસાયટી માં રહેતા જીવણભાઈ ઉર્ફે હકભાઈ ખીમભાઈ કુંભરવાડિયા એ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના તેના પુત્ર દેવ ને રવાપર ચોકડી પાસે રવાપરમાં રહેતા જયદીપ દેવદનભાઈ ડાંગર , આકાશ ઉર્ફે વાદી પટેલ , વિશાલ દેવદાનભાઈ ડાંગર, દેવદાનભાઈ ડાંગર અને ચાર અજાણ્યા માણસો આમ કુલ આઠ જેટલા શખસો એ સામાન્ય બાબતે તલવાર, ધારીયા જેવા હથિયાર સાથે મારવા માટે આવતા જેમાં દેવના પિતા જીવણભાઈ વચ્ચે આવતા પિતા-પુત્ર ને આ આઠ શખ્સો એ ગાળો આપી મારમર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે

- text

આ અંગે પોલીસ ગુનો નોંધી આરોપી ને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી પણ તમામ આરોપી હાલ નાસી ગયા છે હુમલો ક્યાં કારણોસર થયો તે અંગે પોલીસ ચલાવી રહી છે .

 

- text