મોરબી : માતાના અંતિમ સંસ્કાર કરી સમાજને નવો રાહ ચિંધતી દીકરીઓ

- text


કેન્સર પીડિત માતાને અંતિમક્ષણોમાં બન્ને દીકરીઓ સતત ખડેપગે રહી

મોરબી : આજના પુત્રપ્રધાન સમાજમાં મોરબી પટેલ પરિવારની બે દીકરીઓએ પુત્રથી પણ સવાઈ સાબિત થઈ કેન્સરપીડિત માતાને છેલ્લા શ્વાસ સુધી સુશ્રુષા કરી અંતિમ વિદાય આપી સમાજને નવો રાહ ચીંધ્યો છે.

મોરબીના ઘુનડા રોડ પર આવેલ રામસેતુ સોસાયટીમાં રહેતા મૂળ માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામના બલદેવભાઈ ઓધવજીભાઈ ગાઢિયાને સંતાનમાં ભૂમિ અને નિકિતા નામની પુત્રીઓ છે, છેલ્લા છ એક માસથી બલદેવભાઈના પત્ની કેન્સરની બીમારીમાં પટકાતા પરિવાર પર મુશ્કેલી આવી પડી હતી આમ છતાં પિતાને હિંમત આપી બંને દિકરીઓએ માતાને છેલ્લા શ્વાસ સુધી સહારો આપ્યો હતો.

- text

દરમિયાન રવિવારે ભારતીબેનનું અવસાન થતાં પુત્રી ભૂમિબેન અને નિકિતાબેને પુત્ર પ્રધાન સમાજને નવો રાહ ચીંધી માતાની તમામ અંતિમવિધિ કરી કાંધ આપી માતાને સ્વર્ગે સીધાવવા સ્મશાનમાં જઇ અગ્નિદાહ આપ્યો હતો.

આમ, મોરબીના પટેલ પરિવારમાં બનેલી ઘટના આજની સમાજ વ્યવસ્થા માટે થોડામાં ઘણો મોટો સંદેશો આપી જાય છે.

- text