મોરબી : ચિત્રકૂટ સોસાયટીમાં જુગારધામ ઝડપાયું

- text


એલસીબીએ મોડી રાત્રે દરોડો પાડી મોટા માથાઓને જૂગાર રમતા ઝડપી લેતા ચકચાર

મોરબી : મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં ગઈકાલે મધ્યરાત્રીએ એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમી રહેલા છને રૂપિયા ૨,૦૫,૦૦૦ રોકડા સહિત કુલ રૂ. ૨.૨૫ લાખના મુદામાલ સહિત ઝડપી લેતા ચકચાર જાગી છે.

- text

પોલીસ અધિક્ષક મોરબી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એલસીબી પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસને જુગારની બદી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બીના પોલીસ કોનસ્ટેબલ નિરવભાઇ મકવાણાને મળેલ હકિકત આધારે મોરબી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ગીરીરાજસિંહ નાનભા જાડેજાના રહેણાંક મકાનમાં રેઇડ કરતા આરોપી ગીરીરાજસિંહ નાનભા જાડેજા રહે, ચિત્રકુટ સોસાયટી મોરબી, પ્રભુભાઈ સુંદરજીભાઇ ભાલોડીયા, રહે, મોરબી શ્યામ પાર્ક, કાંતીભાઇ હરિભાઇ તોગડીયા રહે, ચિત્રકુટ સોસાયટી મોરબી, નરશીભાઇ કેશવજીભાઈ તોગડીયા, રહે.ચિત્રકુટ સોસાયટી મોરબી, પ્રવિણભાઈ કાનજીભાઈ બાવરવા, રહે, રામનગર સોસાયટી મોરબી, મહેન્દ્રસિંહ નાનભા જાડેજા, રહે, ચિત્રકુટ સોસાયટી મોરબીવાળાઓને રોકડા રૂ.૨,૦૫,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૪ કી.રૂ. ૨૦,૦૦૦ મળી કુલ કિ.૨,૨૫,૦૦૦ ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાયેલ હતો.

- text