મોરબી : બાઈક પર દારૂની એક બોટલ સાથે ૨ ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં રવાપર ધૂનડા રોડ પર બાઈક પર વિદેશી દારૂની એક બોટલ લઈને જઇ રહેલા વાંકાનેરના બે શખ્સોને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ રવાપર ધૂનડા રોડ પર વૈદહી ફાર્મ પાસે હોન્ડા ટ્વિસ્ટર બાઈક પર વિદેશી દારૂની એક બોટલ લઈને જઇ રહેલા ઉમેશભાઈ જયંતિભાઈ રાંકજા અને અમીનભાઈ દાઉદભાઈ સલોત રહે બન્ને વાંકાનેર વાળાઓને પકડી પાડ્યા હતા. પોલીસે દારૂની બોટલ અને બાઈક મળીને રૂ. ૨૦,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text