મોરબીમાં પ્રજાપતિ વિદ્યાર્થીઓ માટે રવિવારે માર્ગદર્શન સેમિનાર

- text


અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા આયોજિત સેમિનારમાં ધો. ૧૦ અને ૧૨ પછી શુ કરવું તે વિશે તજજ્ઞો આપશે માર્ગદર્શન

મોરબી : અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા દ્વારા મોરબી જિલ્લાના સમસ્ત પ્રજાપતિ વિદ્યાર્થીઓ માટે આવતી કાલે રવિવારે સો ઓરડી ખાતે આવેલા વરિયા મંદિરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તજજ્ઞો ધો. ૧૦ અને ધો. ૧૨ પછી વિદ્યાર્થીઓને શુ કરવું તે વિશે માર્ગદર્શન આપશે.

ધો. ૧૦ અને ૧૨ પછી વિદ્યાર્થીઓએ કઈ દિશામાં આગળ વધવુ જોઈએ તે પ્રશ્ન વિધાર્થી ઉપરાંત વાલીઓને પણ સતાવતો હોય છે. ત્યારે ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા દ્વારા મોરબી જિલ્લાના સમસ્ત પ્રજાપતિ વિદ્યાર્થીઓ માટે આવતી કાલે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેમિનાર આવતીકાલે રવિવારે સાંજે ૪ થી ૬ દરમિયાન સો ઓરડીના વરિયા વિદ્યામંદિર ખાતે યોજાશે.

- text

માર્ગદર્શન સેમિનારમાં શૈક્ષણિક કારકિર્દીના મહત્વના પડાવ ધો. ૧૦ અને ૧૨ પછી ક્યાં ક્ષેત્રમાં જવું , કયો કોર્ષ કરવો, ક્યાં કોર્ષમાં સારી તકો છે, નવા નવા ક્યાં કોર્ષો થઈ શકે, આજના સમયમાં કયું ક્ષેત્ર સારું જેવા અનેક પ્રશ્નો અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

- text