છે ને તંત્રની કમાલ : મોરબીમાં રોડ વચ્ચારે થાંભલાઓ !!!

- text


પંચાસર રોડ પર ઉમા સોસાયટીમા રસ્તા વચ્ચે ઉભેલા થાંભલાને ખસેડવા અનેક રજુઆતો પરંતુ વીજ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ

મોરબી : મોરબીના પંચાસર રોડ પર ઉમા સોસાયટીમાં અધવચ્ચે ઉભેલો વીજ થાંભલો હટાવવામાં આળસ કરતું વીજતંત્ર જાણે કોઈ અનિચ્છનિય ઘટના બનવાની રાહ જોઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અનેક રજુઆતો બાદ પણ વિજતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

- text

મોરબીના પંચાસર રોડ પર આવેલી ઉમા સોસાયટીમાં રોડ વચ્ચે વીજપોલ નડતરરૂપ રીતે ઉભો છે. સોસાયટીના રહીશોને વાહન ચલાવવામાં મુશ્કેલી સર્જાઈ છે. વધુમા રોડ વચ્ચારે ઉભા આ વીજપોલ થી અનિચ્છનીય બનાવ બનવાની ભીતિ સેવાઇ રહી છે. સ્થાનિકોએ વીજપોલ ખસેડવા માટે પીજીવીસીએલને અનેક રજૂઆતો કરી છે. પરંતુ પીજીવીસીએલ દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રજુઆતોનું કોઈ પરિણામ ન મળતા સ્થાનિકો પણ રોષે ભરાયા છે.

- text