મારું મોરબી સ્વસ્થ મોરબી : ૧૫મીએ આરોગ્ય શિબિર

- text


ડો.જગદીશભાઈ અને ડો. રેવિનભાઈ પટેલ વગર દવાએ નિરોગી રહેવા અંગેનું માર્ગદર્શન આપશે : વિનામૂલ્યે પાણી પરીક્ષણ કરી અપાશે

મોરબી : મારું મોરબી સ્વસ્થ મોરબી અભિયાન અંતર્ગત આગામી ૧૫મીએ સંસ્કારધામ બ્લડબેંક એસી હોલ, જીઆઈડિસી ખાતે આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો.જગદીશભાઈ અને ડો. રેવિનભાઈ પટેલ વગર દવાએ નિરોગી રહેવા અંગેનું માર્ગદર્શન આપશે. આ સાથે પાણી ચેકીંગનો સેશન પણ યોજાશે.

પ્રેમ સ્વામીના સૌજન્ય થી સંસ્કારધામ બ્લડબેંક એસી હોલ, જીઆઈડિસી, મોરબી ખાતે મારું મોરબી સ્વસ્થ મોરબી અભિયાન અંતર્ગત આગામી તા. ૧૫ ને રવિવારે સવારે ૯ થી ૪ સુધી આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તા ડો.જગદીશભાઈ તેમજ ડો.રેવિનભાઈ પટેલ વગર દવાએ નિરોગી રહેવા અંગેનું વિશેષ માર્ગદર્શન આપશે. શિબિરમાં નેચરોપેથી વિશે સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવશે.

શિબિરમાં ખાસ પાણી ચેકીંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકો પોતાના ઘરે થી ૧૦૦ મિલી પાણી લાવશે તેનું વિનામૂલ્યે પરીક્ષણ કરી આપવામા આવશે.અને પાણી અંગે ડો. જગદીશભાઈ વિશેષ માર્ગદર્શન પણ આપશે.

- text

શિબિરમાં ૮:૩૦ થી ૯:૧૫ આમંત્રિત મહાનુભાવો માટેનો વિશિષ્ટ કાર્યક્રમ , બાદમાં દીપ પ્રાગટય, ૯:૨૦ થી ૯:૩૦ સ્વામીના આશીર્વાદ, ૯:૩૦ થી ૧૦:૧૫ ડો.જગડીશભાઈનું રસાહાર પર પ્રવચન, ૧૦:૧૫ થી ૧૦:૩૦ જ્યુસ બ્રેક, ૧૦:૩૦ થી ૧:૧૫ ડો.રેવિનભાઈ પટેલનું પ્રવચન, બપોરે ૧:૧૫ થી ૨ અમૃત આહાર, ૨ થી ૩ પાણી ચેકીંગ સેશન અને ડૉ. જગડીશભાઈનું પ્રવચન, ૩ થી ૪:૩૦ ડો.રેવિનભાઈ આરોગ્યના સોનેરી સૂત્રો જણાવશે. ત્યારબાદ અલ્પાહાર કરવામાં આવશે અને કાર્યક્રમની પુર્ણાહુતી જાહેર કરાશે.

કાર્યક્રમમાં જ્યુસ, બપોરનું ભોજન અને સાંજના નાસ્તાના રૂ.૫૦ ટોકન રૂપે જમા કરાવવાના રહેશે. શિબિરમાં ભાગ લેવા માટે તા ૧૪ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વિશેષ વિગત માટે ડો. જગદીશભાઈ મો.ન.૭૦૧૬૪ ૭૫૭૫૪ , જી-૩૦૩, વ્રજવાટિકા ફ્લેટસ, રવાપર રોડ, મોરબીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

- text