મોરબીના રોહિદાસપરામાંથી ગુમ થયેલા બન્ને બાળકો હજનાળી ગામે થી મળી આવ્યા

- text


મોરબી: મોરબીના રોહીદાસ પરા વિસ્તારમાંથી બે બાળકો સાયકલ પર નીકળ્યા બાદ ગુમ થઇ ગયા હોવાનો બનાવ આજે સવારે સામે આવ્યો હતો. હાલ રાત્રે બન્ને બાળકો હજનાળી ગામ થી મળી આવ્યા છે.

મોરબીના રોહીદાસ પરા વિસ્તારના રહેવાસી હર્ષદ દિનેશ બોસીયા (ઉ.વ.૧૨) અને વિપુલ વિનોદભાઈ રસિયા (ઉ.વ.૧૩) નામના બંને બાળકો સાયકલ પર રમતા હોય અને સવારે ૧૦:૩૦ કલાકે બંને અચાનક ગુમ થઇ જતા પરિવારે શોધખોળ ચલાવી હતી તેમજ બી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે બાળકોને શોધવા તપાસ ચલાવી હતી અંતે બન્ને બાળકો રાત્રે હજનાળી ગામે થી મળી આવ્યા છે. બાળકો મળી જતા બન્ને ના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

- text

- text