વાણીને સંયમિત રાખવી એ જ પ્રમુખ સ્વામી મહારાજને સાચી અંજલિ : અપૂર્વસ્વામી

- text


મોરબી સ્વામીનારાયણ મંદિર દ્વારા યોજાયેલા ઉદઘોષ સમારોહમાં અપૂર્વ સ્વામીનું પ્રેરક પ્રવચન

મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ પાસે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા કેનાલ રોડ પરના પ્રમુખ બંગલા ખાતે પ્રમુખ સ્વામી મહારાજના ૯૮માં જન્મ જયંતિ મહોત્સવ અને રાજકોટ મંદિરના દિશાબ્દિ મહોત્સવ નિમિતે ઉદઘોસ સમારોહ યોજાયો હતો.જેમાં અપૂર્વમુનિ સ્વામીએ પ્રેરક પ્રવચન આપ્યું હતું.

ઉદઘોષ સમારોહમાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા અપૂર્વ સ્વામીએ જણાવ્યું કે નામની પાછળ દોડવાને બદલે લોકોએ કામની પાછળ દોડવાની જરૂર છે.સામાન્ય માણસ માટે લગ્નની વર્ષગાંઠ અને જન્મદિવસ યાદગાર હોય છે. પરંતુ સંતોને કોઈ દિવસની અપેક્ષા હોતી નથી. સંતો માટે બધા દિવસ સરખા હોય છે.

- text

વધુમાં તેઓએ પ્રમુખ સ્વામીના જીવન ચરિત્ર વિશે જણાવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ સાચી રીતે જીવન જીવવાની કળા શીખવતા ગયા છે જેને માત્ર અનુસરવાની જરૂર છે. ચમત્કારથી નહીં પરસેવાની કમાણી જ રંગ લાવે છે.જેથી લોકોએ અંધશ્રદ્ધામાં ભરમાવું નહિ. આજે માણસ પાસે બધું છે. પરંતુ સંયમ ખૂટે છે.આંતરિક વૃત્તિઓ પર માણસ કાબુ રાખી શકતો નથી. માટેજ વિવાદ વધે છે. વાણીને સંયમિત રાખવી એ જ પ્રમુખ સ્વામી મહારાજને સાચી અંજલિ આપી ગણાશે.

- text