મોરબી વોલ ટાઇલ્સના પ્રમુખ પદે નિલેશ જેતપરિયા રિપીટ

મોરબી : મોરબી સિરામિક એસોસિએશનના વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદે નિલેશભાઈ જેતપરિયા રિપીટ થયા છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિરામિક એસોસિએશનની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થતાં વિટરીફાઇડ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદ પદેથી કે.જી.કુંડારીયાએ સ્વેચ્છાએ રાજીનામુ આપ્યું હતું, વોલ ટાઇલ્સ એસોસિએશનમાં પણ મુદત પૂર્ણ થતાં પ્રમુખ પદેથી નિલેશભાઈ જેતપરિયાએ રાજીનામુ ધર્યું હતું. પરંતુ આજે વોલ ટાઇલ્સ એસોસિએશનની મળેલી બેઠકમાં નિલેશભાઈ જેતપરીયાની પ્રમુખ તરીકેની કામગીરીને ધ્યાને લઈને ફરીથી સર્વ સંમતીથી પુનઃ નિલેશભાઈને મોરબી સિરામિક એસોસિએશનના વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદનું પ્રતિનિધિત્વ સોંપવમાં આવ્યું છે. વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદે નિલેશભાઈ જેતપરિયાની પુનઃ વરણી થતા ચોતરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.