મોરબી: ડીવાયએસપી બન્નો જોશીની આગેવાનીમાં શહેર પોલીસનું ફુટ પેટ્રોલિંગ

- text


પોલીસનું અસ્તિત્વ હોવાનું બતવવા જવાનોએ માર્ચ યોજી

મોરબી: મોરબીમાં વધતી જતી ગુનાહિત પ્રવૃતી ને કારણે પોલીસે પોતાનું અસ્તિત્વ હોવાનું પુરવાર કરવા માટે આજે ડીવાયએસપી બન્નો જોશીના આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ફૂટ પેટ્રોલિંગ દરમ્યાન શહેર પોલીસે મુખ્ય માર્ગ માર્ચ કરી હતી

- text

મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી રહી છે આવા સમયે લોકોમાં પણ પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ઘટતો જઈ રહ્યો છે ત્યારે આજરોજ મોરબી શહેર પોલીસે ડીવાયએસપી બન્નો જોશીની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું ફૂટ પેટ્રોલિંગ દરમ્યાન શહેર પોલીસના જવાનોએ મુખ્ય માર્ગ પર માર્ચ યોજી હતી.

શહેરના લોકોનો પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે તેમ જ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને પોલીસનું અસ્તિત્વ હોવાનું ભાન થાય તે માટે શહેર પોલીસે આજે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું ફુટ પેટ્રોલીંગ માં શહેર પોલીસના જવાનો હોંશભેર જોડાયા હતા.

- text