હળવદમાં ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા ચકલીના માળા, કુંડા અને બર્ડ ફીડરનું વિતરણ

- text


લોકોના ધસારાના કારણે માત્ર ૨ કલાકમાં જ કુંડા, માળા અને ફીડરની વહેંચણી થઈ ગઈ

મોરબી: હળવદના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા આજે ચકલી ધર, પક્ષીઓને પીવા ના પાણી ના કુંડા તેમજ ચણ માટે બડૅ ફીડર નું વિતરણ વિનામુલ્યે કરવામાં આવ્યું હતુ.ચકલીઓની લુપ્ત થતી પ્રજાતીઓને બચાવવા અને ચકલી પ્રત્યે નો પ્રેમ અને જાગૃતતા વધે તે હેતુથી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

ચકલી એક એવું પક્ષી છે કે જે ગમે તે જગ્યાએ માળો બાંધી શકતી નથી તેને આશરો હોય તો જ માળો બાંધી શકે છે. આ હેતુથી પ્રકૃતી પ્રેમી જનતા ના લાભાર્થે વિતરણ પ્રોજેકટ નું આયોજન કરવામાં આવ્યું હતું.
માળા, કુંડા અને ફીડર અહીંયા થી લીધા બાદ કાયમી ઘોરણે કેવી રીતે માવજત કરવી એ બાબત ની માહીતી આપવામાં આવી હતી. ફકત બે કલાક માં જ બધી વસ્તુ પુરી થઈ ગઈ હતી. લોકો ની બહુ ભીડ જોવા મળી હતી.
આ પ્રોજેકટ મા સહભાગી થનાર દાતાઓનો ગ્રુપ ના પ્રમુખ વિશાલભાઈ જયસ્વાલ એ સમગ્ર ગ્રુપ વતી આભાર માન્યો હતો.

- text

આ પ્રોજેકટ અંતર્ગત ૧૦૦૦ નંગ ચકલી ઘર, ૧૦૦૦ નંગ પક્ષીઓને ને પીવાના પાણી ના કુંડા તેમજ ૫૦૦ નંગ ચકલી ના ચણ ની ડીશ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રોજેકટ ના દાતા ૧૦૦૦ નંગ ચકલી ઘર માટે વાલજીભાઈ ઘરમસીભાઈ કુબેર, અરવિંદભાઈ ઘરમસીભાઈ કુબેર તેમજ કુંડા અને બડૅ ફીડર માટે મદસરભાઈ લોલાડીયા, કૃણાલભાઈ કોઠારી, શૈલેષભાઈ પટેલ, અશોકભાઈ પ્રજાપતી, બાબુભાઈ ફેરા, દેવેન્દ્રભાઈ પટેલ, રામ ભરોશે રહ્યા હતા.

આ પ્રોજેકટ ને સફળ બનાવવા ગ્રુપ ના પ્રમુખ વિશાલ જયસ્વાલ, ઉપપ્રમુખ બિપીનભાઈ કાપડીયા તેમજ સભ્યો અમનભાઈ ભલગામા, મયુરભાઈ પરમાર, મયુરભાઈ ગાંધી, વિપુલભાઈ કરોત્રા, સન્ની ચૈહાણ, અજુભાઈ , વિશાલ ગોસાઈ, પ્રગનેસ પ્રજાપતી, પ્રીયેશ શેઠ, રજનીકાંન્ત પરમારે હાજરી આપી.

- text