ટંકારા નજીક બે ટ્રક સામ – સામાં અથડાતા એકનું મોત

- text


ગંભીર અકસ્માતને કારણે રાજકોટ મોરબી હાઇવે પર ટ્રાફિક જામ

ટંકારા : ટંકારા રાજકોટ મોરબી હાઇવે પર ૧૩ નાળા પાસે ૨ ટ્રક સામસામે અથડાતા ગંભીર અકસ્માત ઘટનાસ્થળે જ એકનું મોત જ્યારે બીજા ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડ્યો સવારે સર્જાયેલા અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.ટંકારા પોલીસથી લઈ ૧૦૮ ની ટીમ ખડે પગે રસ્તો સાફ કરવા ટંકારા ફોજદાર ચૌધરી ખુદ મજુર બની ધઉ ની બોરી ઉચકી વાહન વ્યવહાર પુર્વવત કર્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટ મોરબી હાઇવે પર આજે સવારના ૮ વાગ્યાના સુમારે ધ્રુવનગર ગામ થી થોડે દુર ૧૩ નાલા પાસે મામા સાહેબ ની જગ્યા ની સામે બે ટ્રક સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં રાજકોટ તરફથી આવતા ટ્રકના ડ્રાઈવરને નિંદરનું ઝોકું આવી જતાં મોરબી તરફથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

- text

આ બનાવમા રાજકોટ તરફથી આવતા ટ્રક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું.જ્યારે મોરબી તરફથી આવતા ટ્રક ડ્રાઈવરે જાગૃત અવસ્થામાં ટ્રકમાંથી બચાવ પ્રયત્ન કરતાં પગના ભાગે તથા શરીરના ભાગે નાની મોટી ઇજા પહોંચી હતી અકસ્માત બાદ ઘાયલ ડ્રાયવરને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

વધુમાં બંને ટ્રકની અંદર ઘઉંની બોરી ભરેલ હોય એ અકસ્માત બાદ રોડ પર બોરી નિચે પટકાતા રોડ પર ઘઉં ના ઢગલા ના દૃશ્યો સર્જાયા હતા તો અકસ્માતને પગલે બન્ને તરફ વાહનોની કતારો લાગી હતી જેને ક્લિયર કરવા ટંકારા પોલીસ સહીત સામાજિક કાર્યકર અને નજીકના ગામ લોકોની મદદ લઈ કામગીરી કરવામાં આવી હતી.

બીજી તરફ ૧૦૮ ની ટીમ ના પાયલોટ સલીમભાઈ દ્વારા મૃતક ડ્રાઇવરને બહાર કાઢવા માટે પ્રાથમિક પ્રયાસો હાથ ધર્યા હતા, હાઈવે પર સર્જાયેલા ટ્રાફિક ને સામાન્ય કરવા ટંકારા ફોજદાર ચૌધરી સહીતનો સ્ટાફ ઘઉં ની બોરી ઉચકી કામગીરી કરતા નજરે પડ્યા હતા.

- text