ટંકારા પાંજરાપોળના જીવો માટે દુવા માગશે ઉમરા યાત્રિકો

- text


હજ જેવી જ પવિત્ર ઉમરા યાત્રા કરવા જતાં મુસ્લિમ પરિવારોને શુભકામના પાઠવી કોમી એખલાસના દર્શન કરાવતું ટંકારા

ટંકારા : ટંકારાથી મક્કા મદીના ઉમરાયાત્રાએ જતા મુસ્લિમ પરિવારના સભ્યોને શુભકામના પાઠવવા ટંકારા પાંજરાપોળ દ્વારા ખાસ આયોજન કરી કોમી એકલાસ અને ભાઈચારનો અનેરો સંદેશો આપવામાં આવ્યો છે. આ પ્રસંગે ઉમરાયાત્રાએ જઇ રહેલા મુસ્લિમ બિરાદરોએ અબોલ જીવો માટે દુવા માંગવાનો કોલ આપ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મુસ્લિમ બિરાદરોના પવિત્ર ધર્મસ્થળ મક્કા મદીના ખાતે મહોરમ માસમાં યાત્રા કરવામાં આવે તો હજ કહેવામાં આવે છે અને અન્ય સમયગાળામાં આ યાત્રાને ઉમરા તરીકે ઓળખવામાં આવે છે ત્યારે ટંકારાના હાસમભાઈ ઇસ્માઇલભાઈ સોહરવદી તેમના પત્ની હુરબાઈ હાસમભાઈ સહિતના ૧૨ યાત્રિકો માટે પાંજરાપોળ દ્વારા શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો.

- text

જેમાં ટ્રસ્ટી રમેશભાઈ મણિયાર તથા દિલીપભાઈ પટેલ દ્વારા ઉમરાયાત્રીઓનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું, જે તકે પ્રીતિબેન ગાંધી તથા બીનાબેન ગાંધીએ શ્રીફળ પડો આપી શુકન પાઠવ્યા હતા અને વ્યવસ્થાપક રામેશભાઈએ પણ શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે હસમભાઈએ પાંજરાપોળના અબોલ જીવોના નિભાવ માટે આર્થિક યોગદાન આપી જણાવ્યું હતું કે ઉમરાયાત્રા દરમિયાન તેઓ સૌ પ્રથમ પાંજરાપોળના જીવો માટે દુઆ માંગશે.

- text