મોરબી જિલ્લામાં ૨૬૭૦૯ છાત્રો આપશે ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા

- text


શહેર જિલ્લામાં ૯૧ કેન્દ્રો પર લેવાશે બોર્ડની પરીક્ષા : બે કેન્દ્ર સંવેદનશીલ અને એક કેન્દ્ર અતિ સંવેદનશીલ જાહેર

મોરબી : મોરબી શહેર જિલ્લામાં આગામી ૧૨ માર્ચથી શરૂ થઈ રહેલ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે જિલ્લામાં કુલ ૯૧ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે જેમાં ૨ કેન્દ્રો સંવેદનશીલ અને ૧ કેન્દ્ર અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી તા. ૧૨ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા શરૂ થઈ રહી હોય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા સાથે ગભરાટ ફેલાયો છે જો કે મનોચિકિત્સકો દ્વારા પરીક્ષાનો હાઉ દૂર કરવા કાઉન્સિલિંગ સેન્ટરો શરૂ કરતાં વિદ્યાર્થી મિત્રોમાં રાહત ફેલાઈ છે ચાલુ વર્ષે મોરબીમાં કુલ ૨૬૭૦૯ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે.

- text

જિલ્લા શિક્ષણાધિકારી મોરબીના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં ધોરણ ૧૦ ના ૧૬૬૧૮ ધોરણ ૧૨ સાયન્સના ૨૬૮૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૭૫૧૧ વિદ્યાર્થીઓ કુલ ૯૧ કેન્દ્રો પરથી પરીક્ષા આપનાર છે.

જિલ્લામાં ધોરણ ૧૦ માટે ૫૫ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માટે ૨૫ અને ધોરણ ૧૨ સાયન્સ માટે ૧૧ કેન્દ્રો નક્કી કરાયા છે જેમાં ૨ સંવેદનશીલ અને ૧ કેન્દ્ર અતિ સંવેદનશીલ જાહેર કરી તમામ કેન્દ્રો માટે સુપરવાઈઝર, સ્ક્વોડ, વહીવટી સ્ટાફ માળખું સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

- text