આઓ અબ લૌટ ચલે ભવ્ય ભારત કી ઔર ! ટંકારા આર્ય વિદ્યાલયમ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો

- text


આર્ય વિદ્યાલયમના પ્રથમ વાર્ષિકોત્સવમાં છલો છલ દેશભક્તિનો માહોલ

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે પર ટંકારા નજીક આવેલ આર્યવિદ્યાલયમ ખાતે પ્રથમ વાર્ષિકોત્સવ યોજાયો હતો, છલો – છલ દેશભક્તિના માહોલમાં આઓ અબ લૌટ ચલે ભવ્ય ભારત કી ઔર થિમને લઈ બાળકોએ અવનવા કલાના ઓજસ પાથર્યા હતા.

બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરતા આર્ય વિદ્યાલયમ ખાતે યોજાયેલ પ્રથમ વાર્ષિકોત્સવમાં કે.જી. થી લઈ ૧૧ સાયન્સ માં અભ્યાસ કરતા વિદ્યાલયના ૩૫૦ થી વધુ બાળકોએ દેશભક્તિ, આદર્શ સમાજ સહિતનો સંદેશ આપતી અવનવી કૃતિઓ પરંપરાગત ભારતીય પોશાકમાં સજ્જ બની રજૂ કરવામાં આવી હતી.

આર્યવિદ્યાલયમના પ્રવેશદ્વાર થી જ સેવા, સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, આદર્શ દિનચર્યા, બાળ ઉછેરમાં પરિવારની ભૂમિકા, પુસ્તક પરબ, વ્યસન મુક્તિ સહિતની બાબતોને ઉજાગર કરતા ફ્લોટ્સ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

- text

વિદ્યાલયમના મંત્રી અને કેમ્પસ ડાયરેકટર મેહુલ કોરિંગા દ્વારા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો, આ તકે સંસ્થાના પ્રમુખ માવજીભાઈ દલસાણીયાએ બાલધનને વધુ સુશિક્ષિત અને સંસ્કારી બનાવી આદર્શ માનવીય મૂલ્યો નિર્માણ કરવાની નેમ વ્યક્ત કરી હતી આ તકે વિદ્યાલયમ દ્વારા આજુબાજુના ગામોમાં સેવા પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાનો ખ્યાલ આપી સેવા ભાવિ નાગરિકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન કાજલબેન,નિધિબેન, વૈશાલીબેન અને વિજયભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે આભાર વિધિ અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થીની જુણાચ સોહા દ્વારા કરવામાં આવી હતી.

- text