મોરબી – માળીયાના બાવન ગામોને સૌની યોજના કેનાલ દ્વારા સિંચાઈનું પાણી આપવા અલ્ટીમેટમ

- text


૯ માસ પહેલા મોરબીમાં ખેડૂતો દ્વારા વિશાળ રેલી યોજી પાણી આપવા કરાઈ હતી માંગ : તાત્કાલિક નિર્ણય નહિ લેવાય તો ખેડૂતો આક્રમક આંદોલનના મૂડમાં

મોરબી : મોરબી જીલ્લામાં એવા ૫૨(બાવન) ગામો છે કે જ્યાં કોઈ પણ જાતની સિંચાઈની સુવિધા નથી, ભૂગર્ભ જળ પણ ક્ષારયુક્ત છે, તેવા ગામોના ખેડૂતો દ્વારા નવ માસ પૂર્વે કેનાલ આપવા મંગ કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા હજુ કોઈ પગલાં ભરવામાં ન આવતા કોંગ્રેસ અગ્રણી કાંતિલાલ બાવરવાએ સરકારને અલ્ટીમેટમ આપી ખેડૂતો આક્રમક બને તે પૂર્વે સુવિધા આપવા મંગ કરી હતી.

મોરબી – માળીયા વિસ્તારના ખેડૂતો દ્વારા સૌની યોજનમાંથી કેનાલ સુવિધા આપવા બે વખત રેલી સ્વરૂપે બહોળી સંખ્યામાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને માંગણી સરકાર સુધી પહોચાડવામાં આવેલ છે ઉપરાંત સચિવશ્રી ને પણ વારંવાર રજૂઆત કરવામાં આવેલ પરંતુ આ બાબતે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

ખેડૂતોની માંગણી બાબતની મુદ્દાસર વારંવાર રજુઆતો અમો આપ પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ જ પ્રત્યુતર પાઠવવા માં આવ્યો નથી. હાલ માં એવી બાબત ધ્યાનમાં આવી છે કે સૌની યોજનાના મધર ડેમ મચ્છુ-૨ માંથી નીકળતી કેનાલ ને લીલાપર રોડ થી લઇ રાજકોટ બાયપાસ સુધી આર.સી.સી. બોક્ષ થી પેક કરવાની માંગણી કરવામાં આવી રહી છે,

- text

આથી જો આ બાબતે કઈ પણ પગલા લેવાના હોવ તો આ વિસ્તારના ખેડૂતોની એક વર્ષ જૂની ૫૨(બાવન) ગામ ની સિંચાઈ ની માંગણી ને પ્રાથમિકતા આપી મંજુર કરી એ મુજબ પહેલા કેનાલ ની કેપેસીટી માં વધારો કરી ૫૨(બાવન) ગામ ને સિંચાઈ નું પાણી મળી રહે એ મુજબ આયોજન કર્યા બાદ જ કેનાલ ને આર.સી.સી. થી બોક્ષ પેક કરવાનું આગળ નું કામ કરવું જોઈએ જેથી બાદ માં આ ૫૨(બાવન) ગામો ને સિંચાઈ નું પાણી આપવાની વાત આવે ત્યારે આ કેનાલ માં ખોટી તોડફોડ કરી સરકારી તિજોરી પર ખોટો બોજો ના નાખવો પડે.

આમ આ ૫૨ (બાવન) ગામો ના હિત ને ધ્યાન માં રાખી ને પ્રથમ કેનાલ ની કેપેસીટી વધારવામાં આવે અને ત્યાર બાદ જ તેને બોક્ષ પેક કરવામાં આવે એવી માંગ ઉઠાવી છેલ્લા એક વર્ષથી સિંચાઈના પાણી ની માંગ કરેલ છે ત્યારે ખેડૂતોની માંગણી ને ગંભીરતા થી લઇ ત્યારબાદ જ આગળ નું આયોજન થાય તેવું જણાવી જો આ બાબત ને ગંભીરતા થી લેવામાં નહિ આવે તો ના છૂટકે આ ૫૨(બાવન) ગામ ના ખેડૂતો ને સાથે રાખી ખેડૂતો ના હિત માં ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે જેની ગભીર નોંધ લેવા કોંગ્રેસ કાર્યાલય મંત્રી બાવરવા દ્વારા અંતમાં જણાવ્યું હતું.

 

- text