મોરબીના વિશિપરામાં ઘર પાસે કાર પાર્ક કરવા મુદ્દે મારામારી

- text


મોરબીના વિશિપરામાં ઘર પાસે કાર પાર્ક કરવા મુદ્દે મારામારી

મોરબી : મોરબીના વિશિપરામાં ઘર પાસે કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે ચાર શખ્સોએ ગૃહસ્થને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા ફરિયાદી પરસોત્તમભાઈ ડાયાભાઇ ચાવડાએ પોતાના ઘર સામે કાર પાર્ક કરવાની ના પાડતા આરોપી રાહુલ બાબુ અઘારા, જીગ્નેશ બાબુ અઘારા, નરેશ રતિલાલ અઘારા અને બાબુ રતિલાલ અઘારા નામના ચારેય ઈસમોએ માથાકૂટ કરી ફરિયાદીને છાતીમાં લાકડી વતી માર મારતા ઇજાઓ થઈ હતી.

- text

આ મામલે બી ડિવિઝન પોલીસે ફરિયાદી પરસોત્તમભાઈ ચાવડાની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

- text