હળવદના સાપકડામાં પૂરતા શિક્ષકો ન ફાળવાતા શાળાને તાળાબંધી

- text


તાળાબંધીને કારણે શિક્ષણ વિભાગમાં દોડા દોડી

હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામની શાળામા શિક્ષકો ની ઘટ મામલે ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરાતા શિક્ષણતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના સાપકડા ગામની પ્રાથમિક શાળામાં ૧૧શિક્ષકોની સામે માત્ર ૮શિક્ષક ધરાવે છે ૩ શિક્ષકોની ધટ હોવાથી ૩૨૮ વિદ્યાર્થીઓનો ભવિષ્ય અંધકારમાં ગરક થતા ગામલોકોએ સૂત્રોચ્ચાર સાથે તંત્રનો વિરોધ કરી શાળાને તાળાબંધી કરી હતી.

આ તકે સાપકડા ગામની પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં વાલીગણ વિરોધમાં જોડાયો ગામના આગેવાન સાથે સમસ્ત ગ્રામજનોએ તાળાબંધી કરી જયાં સુધી શિક્ષકો શાળામાં મુકાશે નહીં ત્યાં સુધી તાળાબંધી ચાલુ રહેશે તેમજ હળવદ મામલતદાર અને જિલ્લા શિક્ષણ કચેરીએ વિરોધ પ્રદર્શન કરી ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી આપતા શિક્ષણ તંત્ર મા દોડધામ મચી જવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ હળવદના માથક ગામની શાળામાં શિક્ષકોની ઘટથી નારાજ ગ્રામજનોએ તાળાબંધી કરી હતી તો આજે સાપકડા ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. સાપકડા ગામની પ્રાથમિક શાળામાં ૩૨૮ વિદ્યાર્થીઓ છે અને ૧૧ શિક્ષકોનું સેટઅપ છે જોકે બે શિક્ષકોની ઘટ અગાઉ હતી જ અને તાજેતરમાં દિલીપ પટેલ નામના શિક્ષકની બદલી કરવામાં આવી છે જેથી ગ્રામજનોએ શિક્ષકોની ઘટ પૂરી કરવાની માંગ કરી છે તેમજ બે શિક્ષકો ઘટતા હોય અને વધુ એક શિક્ષકની બદલી કરાઈ છે જેથી આજે ગામના સરપંચ દીલીપસિંહ ઝાલા, લલીતભાઈ ડોડીયા, ચંદુભાઈ કણઝારીયા, દેવજીભાઈ ડાભી, લક્ષ્મણ મકવાણા સહિતના આગેવાનો સાથે વાલીઓએ શાળાને તાળાબંધી કરી હતી અને શિક્ષકોની ઘટ પૂરી કરવાની માંગ કરી હતી.

- text

- text