ગુજરાતની ધરતી આખા રાષ્ટ્રનો ભાર ઉઠાવી શકે : એમ.એસ.બીટ્ટાસિંગ

- text


મોરબીમાં એક શામ સંસ્કૃતિ કે નામ કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિ અંગે પ્રેરક પ્રવચન

મોરબી : મોરબી ખાતે યોજાયેલ એક શામ સંસ્કૃતિ કે નામ કાર્યક્રમમાં એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટના એમ.એસ.બીટ્ટાસિંગએ જણાવ્યું હતું કે ગુજરાતની ખમીરવંતી આખા રાષ્ટ્રનો ભાર વાહન કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

મોરબીમાં વિજય શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ભોજનરથ સેવા માટે યોજેલ એક શામ સંસ્કૃતિ કે નામ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા એન્ટી ટેરેરીસટ ફ્રન્ટના અધ્યક્ષ એમ.એસ.બીટ્ટાસિંગ, લોક સહિત્યકાર યોગેશભાઈ ગઢવી, શિક્ષણવિદ તેમજ લેખક ચંદુભાઈ હુંબલ હાજર રહ્યા હતા.

આ તકે ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ લોખીલએ જણાવ્યું હતું કે ભૂખ્યાને ભોજન મળે તે હેતુ થી ભોજનરથ કાર્યરત કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને દાતાઓ પાસે માત્ર દાનની વાત મુકતા જ દાનની સરવાણી વહી હતી.

- text

લોક સહિત્યકાર યોગેશભાઈ ગઢવીએ સંસ્કૃતિ વિશે જણાવ્યું હતું કે આજના યુવાન સમક્ષ સંસ્કૃતિની વાત કરવી એટલે સ્કર્ટ પહેરીને ઉભેલી યુવતી કે મહિલા સમક્ષ સાડીની વાત કરવા જેવું કઠીન કામ છે, હાલમાં જે જમીનો દબાવવામાં આવી રહી છે તે જોતા સરકારે જે લોકોએ જમીનો દબાવી છે તેનું સન્માન કરવા એક કાર્યક્રમ રાખવો જોઈએ અને ત્યાર બાદ તેમની પાસે રહેલી જમીન દબાવવાની નિપુણતા જોઈ તેમને ભારત-પાકિસ્તાન બોર્ડર પર મોકલી દઈને પાકિસ્તાનની જમીન દબાવવાનું શરુ કરે તેવું સુચન કરી માર્મિક કટાક્ષ કર્યો હતો.

કાર્યક્રમમાં એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટના અધ્યક્ષ એમ.એસ.બીટ્ટાસિંગએ જણાવ્યું હતું કે રાષ્ટ્રભક્તિથી મોટી કોઈ ભક્તિ નથી તે દરેક યુવાનોને યાદ રાખવાની જરૂર છે.

વધુમાં તેમણે દરેક રાજ્યની કોઈને કોઈ ખાસિયત હોય છે તેમ ગુજરાતની ખાસિયત વેપાર,ધંધો,રોજગાર છે ઉપરાંત ગુજરાતની ધરતી આખા રાષ્ટ્રનો બહાર વાહન કરવાની ક્ષમતા ધરાવતી હોવાનું તેમણે જણાવ્યું હતું.

- text