મોરબી : પરિણીતા પર એસિડ ફેકનાર પૂર્વ પતિની ધરપકડ

- text


મોરબી : વાઘપરામાં પરિણીતા પર એસિડ ફેંકી હુમલો કરનાર પૂર્વ પતિને મોરબી એ ડિવીઝન પોલીસે રાજકોટ પૉલીસ ની મદદ થી ઝડપી લીધો છે.

મોરબીના વાઘપરામાં ગઈ કાલે સાંજે પૂર્વ પતિએ પરિણીતા પર એસિડ ફેંકી હુમલો કરતા ગંભીર હાલત મા ઇજાગ્રસ્ત બનેલ પરિણીતાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જેમા બનાવ નો જાણ થતા ડીવાયએસપી બન્નો જોશી અને એ ડિવિઝન પીઆઇ ચૌધરી સહિતનો કાફલો સિવિલ દોડી ગયો હતો.
આ બનાવમાં મોરબી વાઘપરા માં રહેતા બીનિતાબેન વિશાલભાઈ આડેસરા ઉ. ૨૩ નામની પરણિતા ઉપર તેણીના પૂર્વ પતિ કલ્પેશ પટેલે એસિડ ફેંકી હુમલો કર્યો હોવાનુ સ્પષ્ટ થતા એ ડિવીઝન પોલીસે આઈપીસી કલમ 326 A મુજબ ભોગબનનાર પરણીતા બીન્તાબેન વા/ઓ વિશાલભાઇ આડેસરા ઉ.વ.૨૩ રહે.વાઘપરા શેરીનં.૯ વાળા ની ફરીયાદ પરથી ને તેના પુર્વ પતિ અને આ કામ ના આરોપી સાથે છુટાછેડા થઇ ગયેલ હોય જેનો ખાર રાખી આરોપી કલ્પેશ મનસુખભાઇ ગઢીયા રહે.રાજકોટ વાળા એ ફરીયાદી ચહેરો વિકૃત કરવા ના ઇરાદે ચહેરા ઉપર એસીડ ફેકી ચહેરા તથા આંખ તથા ગળા, છાતી ના ભાગે એસીડ વડે દઝાડી ગંભીર ઇજા કરી પોતાના મોટર સાયકલ સાથે નાસી જતા તાત્કાલીક ધોરણે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમા મોરબી પોલીસે સિવીલે પહોચી  આરોપીનુ પુરૂ નામ, ઓળખ  તથા સરનામું મેળવતા આરોપી રાજકોટ શહેરનો રહેવાસી હોય જેથી એ ડિવીઝન પીઆઈ આર.જે.ચૌધરી, પીએસઆઈ એમ.વી.પટેલે સર્વેલન્સ ટીમને રાજકોટ ખાતે રવાના કરી  નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોષી ના માર્ગદર્શન હેઠળ  રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ  વી.કે.ગઢવી. સહીત ના સ્ટાફ ની મદદ થી વિકૃત માનસ ના આરોપી અને પુર્વ પતિ કલ્પેશભાઇ મનસુખભાઇ ગઢીયાને શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી સર્વેલન્સ ટીમને મદદ કરવા જણાવેલ જે આધારે રાજકોટ શહેરના ભકિતનગર પોલીસમથકના પીઆઈવી.કે.ગઢવી.સહીત ના સ્ટાફ ની  મદદથી મોરબી સીટી એ ડિવીપોલીસ ની સર્વેલન્સ ટીમે આ કામના આરોપી કલ્પેશ મનસુખભાઇ ગઢીયા જાતે.પટેલ ઉ.વ.૨૮ રહે.રાજકોટ નંદાહોલ પાછળ મિનાક્ષી સોસાયટી શેરીનં.૩ વાળાની ધરપકડ કરી તાબડતોબ મોરબી પોલીસમથકે  લઈ આવવામા આવ્યો હતો જેમા આરોપી કલપેશ કામનો આરોપી એસીડ ફેંકતી વખતે પોતાના હાથે દાઝી ગયેલ હોય જેથી યોગ્ય સારવાર કરાવી  આરોપીને  ગુન્હાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.જેમા ભોગબનનાર બીનિતાબેનના આઠ માસ પૂર્વે જ કલ્પેશ મનસુખભાઈ ગઢીયા સાથે છુટા છેડા થયા હતા અને વિશાલ સાથે મેરેજ થયા હતા, આ હુમલો કયા કારણોસર થયો તે મામલે પોલીસે તપાસ શરુ કરી નાસી છૂટેલા કલ્પેશ પટેલને ઝડપી લઈ વધુ વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text