દોઢ લાખના લાંચ પ્રકરણમાં મોરબી પાલિકા સુપરવાઇઝરનો નિર્દોષ છુટકારો

- text


રવાપર રોડ પર વોકળા ઉપર છત ભરવા પ્રકરણમાં ચીફ ઓફિસર અને સુપરવાઈઝર વિરુદ્ધ એસીબી ટ્રેપ થઈ હતી

મોરબી : મોરબીમાં ચકચારી બનેલા રવાપર રોડ પરના વોકળા ઉપર છત ભરવા માટેના વર્ક ઓર્ડર કેસના દોઢ લાખના લાંચ પ્રકરણમાં મોરબી સ્પે.જજે પાલિકાના સુપરવાઇઝરને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

આ કેસની વિગત જોઈએ તો મીરબીના રવાપર રોડ પર લોકભાગીદારીથી વોકળા પર છત ભરવા માટે વર્ક ઓર્ડર આપવાના બદલામાં લાંચ માંગવામાં આવતા બાબુભાઇ ધરમશીભાઈ મેરજાએ એસીબીમાં કરેલી ફરિયાદને પગલે ચીફ ઓફિસર અને સુપરવાઈઝર વિરુદ્ધ પાંચ લાખની લાંચ માંગવા પ્રકરણમાં ટ્રેપ કરવામાં આવી હતી જેમાં અગાઉ ત્રણ લાખ ચૂકવાયા બાદ બાકીના બે લાખ ચૂકવવા સમયે એસીબીએ છટકું ગોઠવવામાં આવ્યું હતું.

- text

આ કેસમાં બચાવપક્ષે એવી રજુઆત થઈ હતી કે હાલના ફરિયાદી અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરવા ગયા ન હતા ફરિયાદ કરવા તેમના ભાઈ ગયા હતા, હકીકતમાં ટ્રેપ જ શંકા ઉપજાવનારી હતી, વધુમાં વોકળાની માલિકી સરકારની હોય વર્ક ઓર્ડર આપવાની સતા પાલિકાની નહિ કલેકટર કચેરીની હોય ઉપરાંત આરોપીએ લાંચની રકમ માગેલ નથી કે સ્વીકારેલ નથી કે રકમ રિકવર પણ થઈ નથી અને આરોપી ખોટી ટ્રેપનો ભોગ બનેલા હોય અને ચીફ ઓફિસર વિરુધ કોઈ કાર્યવાહી થઈ ન હોવાની દલીલો કરવામાં આવી હતી.

ઉપરોક્ત દલીલો ધ્યાને લઇ મોરબીમના સ્પે. જજ રિઝવાના ઘોઘારીએ આરોપી હરેશ પટેલને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો, આ કેસમાં બચાવપક્ષે ધારાશાસ્ત્રી નિરંજનભાઈ દફ્તરી, ભાવિન દફ્તરી સહિતના રોકાયેલા હતા.

- text