મોરબીમાં લાતીપ્લોટમાં ચોરી કરનાર તસ્કર ઝડપાયો

- text


મોરબી : બે દિવસ પૂર્વે મોરબીના લાતી પ્લોટમાં આવેલ દુકાનમાંથી ટીવી અને લેપટોપની ચોરી કરનાર તસ્કરને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈ ચોરીનો મુદામાલ કબ્જે કર્યો હતો.

જાણવા મળ્યા મુજબ મોરબીના લાતીપ્લોટમાં આવેલ પટેલ ટ્રેડિંગ કંપનીમાં લેપટોપ અને ટીવી ચોરનાર તસ્કર ચોરીનો મુદામાલ વેચવા નીકળ્યો હકવાની બાતમીને આધારે પોલીસે લાતી પ્લોટમાં આવેલ લૂક ફર્નિચર નજીકથી બાચકામાં લેપટોપ અને ટીવી લઈને નીકળેલા અજિત ઇસ્માઇલભાઈ જૂણેજા ઉ.૨૮, રે, મહેન્દ્રપરા શેરી નં ૧૪ વાળાને ઝડપી લીધો હતો.

પોલીસના હાથે ઝડપાયેલા આરોપીએ આ માલસામાન લાતી પ્લોટમાંથી ચોર્યાની કબૂલાત આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

- text

આ સફળ કામગીરી એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.કો.નિર્મલસિંહ જાડેજા, અજીતસિંહ પરમાર, શેખાભાઈ મોરી તથા રણજીતસિંહ ગઢવીએ કરી હતી.

- text