મોરબીની કબીર ટેકરી નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં પોલીસે મોડી રાત્રે દરોડો પાડી જુગાર રમી રહેલા ચાર શખ્સોને ૧૦૧૫૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- text

જાણવા મળ્યા મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કબીર ટેકરી નજીક જુગાર રમી રહેલા કાસમ હાજી કુરેશી, હુસેન નૂરમામદભાઈ કુરેશી, સોમા દેવસી કોળી અને રઝાક અબ્દુલ નામના શખ્સોને રોન પોલીસનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ ૧૦૧૫૦ ની રોકડ રકમ કબ્જે કરી હતી. ઘટના અંગે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો મુજબ ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text