મોરબી જિલ્લાની લોક અદાલતમાં ૧૮૭ કેસોનો નિકાલ

- text


લોક અદાલતમાં રજુ થયેલા ૧૧૪૪ કેસો પૈકી ૧૮૭ કેસનો નિકાલ

મોરબી : મોરબી જિલ્લાની લોક અદાલતનું આયોજન કરાયું હતું જેમાં રજૂ થયેલા ૧૧૪૪ કેસો પૈકી ૧૮૭ કેસોનો સફળતા પૂર્વક નિકાલ કરાયો હતો.

મોરબી ડિસ્ટ્રિક્ટ જજ રિઝવાના ઘોઘારીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લાની લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૧૪૪ કેસ રજૂ થયા હતા જે પૈકી જીઇબીના ૨૫, અકસ્માતના ૧૫, નેગોશીએબલના ૩૪, મેટ્રો મોનિયલ ૬૪ અને અલગ અલગ અન્ય ૬ મળી કુલ ૧૮૭ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

- text

આ કેસોના નિકાલને કારણે ૪૧. ૮૫ લાખની ભરપાઈ થઈ હતી, જયારે કોર્ટમાં પહોંચ્યા પહેલા સમાધાનના પ્રિ લિટીગેશનના ૧૫૪ કેસ હતા જેમાં જીઇબીના ૬૦, બેંકના ૨૧ અને મોબાઈલ કંપનીના ૬૫ કેસનો સમાવેશ થાય છે અને આ કેસો થકી ૧૩.૫૨ લાખની વસુલાત થઈ હતી.

- text