વાંકાનેરમાં ગામ નમૂના નંબર બે માં નામ ચડાવી આપવાના દસ હજાર : તલાટી એસીબીના છટકામાં ઝડપાયો

- text


વાંકાનેર : વાકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના પંચાયતમાં ગામ નમૂના નંબર બે માં નામ ચડાવી આપવા મંત્રી એ દસ હજાર રૂપીયા ની લાંચ માંગતા અરજદારે કરેલી એસીબી ને રજુઆત મુજબ આજે છટકુ ગોઠવી રંગે હાથ ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી છે.

મોરબીના વાકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે તલાટીમંત્રીને મોરબી એસીબીએ રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, વાકાનેરના ફરીયાદી સલીમભાઈ હેરંજા રહે. મુળ રાતીદેવડી હાલ ભાટીયા સોસાયટી, વાકાનેર વાળાએ  ચંદ્રપુરના તલાટી મંત્રી વાઘેલા રહે.ચોટીલા વાળા વિરુદ્ધ મકાનના બે નંબરના દાખલામા નામ ચડાવવા અરજી કરી હતી પરંતુ તલતીએ આ માટે દસ હજાર રૂપીયાની લાંચ માંગતા અરજદારે મોરબી એસીબી પીઆઈ રાવલ સહીતની ટીમ નો સંપર્ક કરી ફરીયાદ નોંધાવી હતી.

- text

બાદમા એસીબીએ છટકુ ગોઠવી ભ્રષ્ટ તલાટીને લાંચ ની રકમ સાથે રંગે હાથ ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો દખલ કરાવવાની કાર્યવાહી હાથ ધરતા સમગ્ર જિલ્લાના લાંચીયા તલાટીઓમાં ફફડાટ મચી ગયો છે.

- text