હળવદના માથક ગામે શાળાને તાળાબંધી : પૂરતા શિક્ષકો ન મુકાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ

- text


પ્રાથમિક શાળામાં ૬૦૩ વિદ્યાર્થીઓને ભણાવવા માત્ર ૪ શિક્ષક

હળવદ : હળવદ તાલુકાના માથક ગામમાં ૬૦૩ વિદ્યાર્થીઓને અભયસ કરાવવા માટે ૧૮ શિક્ષકોનું મહેકમ મંજુર થયું હોવા છતાં માત્ર ચાર જ શિક્ષકો મુકવમાં આવતા રોષે ભરાયેલ ગ્રામજનોએ આજે શાળાને તાળાબંધી કરી જ્યાં સુધી પૂરતા શિક્ષકો ન મુકાય ત્યાં સુધી ગામના અગ્રણી દ્વારા અન્ન જળ નો ત્યાગ કરાયો છે.

વાંચે ગુજરાત, ભણે ગુજરાતના નારા વચ્ચે પ્રવેશોત્સવના તાયફા કરતી સરકાર દ્વારા હળવદ તાલુકાના માથક ગામના ગરીબ મધ્યમવર્ગના બાળકોનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું છે અને સરકારી પ્રાથમિક શાળામાં ૬૦૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવા છતાં સરકાર દ્વારા આ શાળામાં માત્ર ચાર શિક્ષકો જ ફાળવવામાં આવતા બાળકોને કેમ ભણાવવા તેની સામે પ્રશ્નાર્થ સર્જાયો છે અને સરકારની આવી નીતિ સામે રોષે ભરાયેલા ગામલોકોએ સૂત્રોચ્ચાર સાથે તંત્રનો વિરોધ કરી આજે શાળાને તાળાબંધી કરી દઈ જ્યાં સુધી પૂરતા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી તાળા નહિ ખોલવા હુકાર કર્યો હતો.

- text

દરમિયાન માથકના ગરીબ મધ્યમ વર્ગના બાળકોના ભવિષ્યને અંધકારમય બનાવવાની સરકારની આ બેદરકારીના વિરોધમાં માથકના વયોવૃદ્ધ દાજીભાઈ રજપૂત દ્વારા શિક્ષણ વિભાગ જ્યાં સુધી પૂરતા પ્રમાણમાં શિક્ષકો ન મૂકે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરી આજથી અહિંસક આંદોલનનો પ્રારંભ કર્યો હતો.

આ બાબતે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અમે દેશના ભવિષ્ય છીએ જયારે અમારૂ ભવિષ્ય ખુદ અંધકારમાં મુકાયું હોય હવે આંદોલન સિવાય ઉપાય ન હોવાનું જણાવી અહિંસક આંદોલનમાં જોડાયા હતા.

આમ, હળવદ તાલુકાના માથક ગામે ખાડે ગયેલ શિક્ષણ વ્યવસ્થાના વિરોધમાં ગ્રામજનો દ્વારા તાળાબંધી અને સામાજિક આગેવાન દ્વારા અન્નજળનો ત્યાગ કરી આંદોલન છેડતા તંત્ર હરકતમાં આવ્યું છે.

- text