મોરબીમાં લગ્નપ્રસંગમાં મહિલાનું પર્સ ચોરનાર ઝડપાયો

- text


મોરબી : મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ પર આવેલ દેશળ દે હોલમાંથી લગ્નપ્રસંગમાં આવેલ મહિલાનું પર્સ અને મોબાઈલ ચોરનાર શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો.

જાણવા મળ્યા મુજબ મહેન્દ્ર ડ્રાઇવરોડ પર આવેલ દેશળ દે હોલમાં લગ્નપ્રસંગમાં આવેલ શિક્ષિકા ભાવિશાબેન નરેન્દ્રભાઇ લાલજીભાઇ પરમાર ઉ.વ. ૨૭ ધંધો. પ્રા. નોકરી રહે.જુની પીપળી શીવપાર્ક સોસાયટી વાળાનું પર્સ ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- text

આ મામલે પોલીસે હુશેનશા ઉર્ફે ભુરો મહમદશા શાહમદાર ઉ.વ.૩૫ ધંધો મજુરીકામ રહે.વીશીપરા મદીના સોસાયટી વાળાને ઝડપી લઈ પર્સ ચોરી મામલે પર્સમાં રાખેલ રોકડ રૂ.૭૦૦/- તથા એક ’’MI’’કંપની.નો. મોબાઇલ. .રૂ.૪૦૦૦/- વાળો મળી કુલ. મુદામાલ રૂ.૪૭૦૦/- વાળુ પર્સ ચોરી કરી જવા મામલે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text