હળવદના સમલી ગામમાં કેબિનમાં વાઇનશોપ !!

- text


જાહેરમાં વિદેશી દારૂ વેચતો શખ્સ ઝડપાયો

હળવદ : હળવદના સમલી ગામમાં વાઇનશોપની જેમ કેબીનમાં જાહેરમાં વિદેશીદારૂની વેચાણ થતું હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુદી- જુદી બ્રાન્ડની ૧૭૧ બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સમલી ગામના પાદરમા દારૂનું જાહેરમાં વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે પોલિસે દરોડો પાડતા પ્રભાતસિહ નાનજીભાઈ લીબોળ નામના શખ્સના કબજામાંથીને જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૭૧ પોલીસે  કબજે કરી રૂ. ૨૫,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ સફળ કામગીરી હળવદ પોલીસના ઈન્ચાર્જ પીઆઈ, આઈ.એમ કોઢીયા,ઈશ્વરભાઈ રબારી, મહેશભાઇ આહીર, અરજણભાઈ ભરવાડ સહીતનાઓએ કરી હતી.

- text