મોરબીમાં કૂતરું કાળ બનીને ત્રાટકયું : નેપાળી યુવાનનું મોત

- text


મોરબી : મોરબીમાં ગઈકાલે નવું નક્કોર મોપેડ લઈને ચક્કર મારવા નીકળેલા નેપાળી યુવાન પર કૂતરા કાળ બનીને ત્રાટકતા આ યુવાનનું મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ નેપાળી યુવાન પદમ જયમતી સોની (દરનારી) ઉ.૨૨ જાતે નેપાળી ધંધો ચાઈનિઝ ફુડ ની લારી રહે.હાલ કાયાજી પ્લોટ શેરીનં.૪ મોરબી મુળ રહેવાસી ગામ લમડી,તા.થાપાપુર જી.કૈલાલી, નેપાળ વાળા ગઈકાલે રાત્રીના બાર ને દસે નવા નક્કોર કાળા કલરનુ મોપેડ લઈ ને જુના બસ્ટેન્ડ થી રામચોક તરફ જતા હતા ત્યારે એસબીઆઈ બેન્ક નજીક કુતરા પાછળ થતા ગભરાઈને લીવર આપી દેતા મોપેડ બાઈક પર નો કાબુ ગુમાવ્યો હતો અને મોપેડ બાઈક ડિવાઈડર પર રહેલા વિજ થાભલા સાથે અથડાતા મોપેડ બાઈક પરનો યુવાન ફંગોળાઈ ગયો હતો.

- text

વધુમાં અકસ્માત બાદ મોપેડ ૫૦ ફુટ સુધી દૂર ઢસેડાયુ હોવાનું નજરે જોનાર યુવાનોએ જણાવ્યું હતું અને હાજર લોકો એ ઉભા રહી ૧૦૮ નો સંપર્ક કરી ગંભીર હાલતમા આ યુવાનને સિવીલ હોસ્પીટલ સારવાર અર્થે ખસેડ્યો હતો પરંતુ ડોક્ટરે તેને મૃત જાહરે કર્યો હતો.

આ બનાવ મામલે એ ડિવીઝન પોલીસે કપન ઉર્ફે ટકો જયંતિભાઈ સોની (દરનારી) ની ફરીયાદ દાખલ કરી હતી વધુ તપાસ પીએસઆઈ પી.આર વાઘેલા ચલાવી રહ્યા છે.

- text