મોરબી : એસઓજીએ લેબોરેટરીમાં રેડ કરતા મોરબીના પેથોલોજીસ્ટ આગબબુલા

- text


પેથોલોજી કાયદાના વિરોધમા મોરબીના લેબોરેટરી સંચાલકો દ્વારા હડતાલ

મોરબી : પેથોલોજી કાયદાના વિરોધમાં આજે મોરબીના લેબોરેટરી સંચાલકો દ્વારા હડતાલ પાડી ધરણા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથો સાથ મોરબી એસઓજી દ્વારા જેતપુરમાં લેબોરેટરીમાં દરોડો પાડી મશીન કબ્જે કરાતા પેથોલોજી લેબોરેટરી સંચાલકોમાં આગ ભડકી ઉઠી છે.

જાણવા મળતી વિગતો મુજબ કેન્દ્ર સરકારના લેબોરેટરી માટેના નવા કાયદાના વિરોધમાં આજે મોરબીના લેબોરેટરી સંચાલકો દ્વારા હડતાલ પાડી સરદાર બાગ ખાતે ધરણા સૂત્રોચ્ચાર કરી કાયદાનો વિરોધ કરી અચોક્કસ મુદતની હડતાલ પાડવા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

- text

બીજી તરફ મોરબી એસઓજી દ્વારા જેતપરમાં દરોડો પાડી એક લેબોરેટરી સંચાલકના મશીન જપ્ત કરવામાં આવતા આ ઘટનાના મોરબી લેબોરેટરી સંચાલકોમાં ઘેરા પડઘા પડ્યા છે. જોકે પોલીસ દ્વારા આ કાર્યવાહી કાયદાકીય મુજબ કરવામાં આવી હોવાનું અને ગેરકાયદે લેબોરેટરી સામે કડક કાર્યવાહી ના સંકેતો આપ્યા હતા.

- text