મોરબી : બંધ મકાનમાં ૭.૯૨ લાખની ચોરી

- text


પોલીસ આરામમાં તસ્કરોનું નાઈટ કોમ્બિગ : અન્ય બે જગ્યાએ પણ તસ્કરો ખાબકયા

મોરબી : મોરબી શહેરમાં તસ્કરોને મોકળુ મેદાન મળ્યું હોય તેમ બંધ મકાનને નિશાન બનાવવાનું તસ્કરો ચૂકતા નથી, આવા જ એક કિસ્સામાં મોરબીના સૂર્યકીર્તિ સોસાયટીમાં બંધ પડેલા રાજસ્થાની પરિવારના મકાનને નિશાન બનાવી તસ્કરો ૫ લાખ રોકડા અને ૨.૭૨ લાખના સોનાચાંદીના દાગીના ચોરી જતા સનસનાટી મચી ગઇ છે. જ્યારે એ ડિવિઝન વિસ્તારમાં પણ બે જગ્યાએ ચોરીના બનાવ બનતા પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉઠયા છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા સૂર્યકીર્તિ સોસાયટીમાં રહેતા મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ મોરબીમાં ટાઇલ્સનો કમિશન એજન્ટનો ધંધો કરતા અરવિંદભાઈ રામજીવનભાઈ સોમાણીનો પરિવાર તા. ૨૦ ના રોજ પોતાના વતન રાજસ્થાન ગયા બાદ પરત આવતા ઘરના મુખ્ય દરવાજાના તાળા તોડી તસ્કરો ઘરમાંથી રૂપિયા ૫ લાખ રોકડા, અને ૨.૭૨ લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી જતા બી ડિવિઝન પોલીસ મથકમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી.
જયારે મોરબીના કંડલા બાયપાસ નજીક અમર રેસીડેન્સીમાં રહતા અને વેપાર કરતા અમરસિંહ કાળુભાઈ પીઠડીયાની પંચાસર ચોકડી નજીક આવેલ દ્વારકાધીશ ડીલક્સ પાન નામની દુકાનમાં તા.૨૪ની રાત્રીના કોઈ અજાણ્યા તસ્કર દુકાનની બારી તોડી દુકાનમાં રહેલ રોકડ રકમ રૂ.૫૦૦ તથા ટીવી કીમત ૫૦૦૦,બાજુમાં આવેલ મુનાભાઈની દુકાનની બારી તોડી રોકડ રકમ કીમત ૧૫૦૦ લઈ ગયા હતા.

આ ઉપરાંત ઇસાનભાઈ નટવરભાઈ નામના વ્યક્તિનું મોટર સાઈકલ જીજે ૦૭ બીએમ ૧૪૪૫ કીમત રૂ.૧૨૦૦૦ મળીને કુલ ૨૪૫૦૦ ની ચોરી કરીને લઇ ગયાની ફરિયાદ અમરસિંહ કાળુભાઈ પીઠડીયાએ મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text