મોરબીના બેલા નજીક ટ્રક હડફેટે પરપ્રાંતિયનું મોત

- text


મોરબી : મોરબીના બેલા જેતપર રોડ પર ટ્રક ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા પરપ્રાંતિયનું મોત નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ બેલા ગામ પાસે મોરબી જેતપર રોડ ઉપર ટ્રક નંબર જી.જે-૧૮-યુ-૭૦૦૪ ના ચાલકે ફુલ સ્પીડે ગફલતભરી રીતે માનવ જીંદગી જોખમાય તે રીતે ટ્રક ચલાવી મોટરસાયકલને હડફેટ લેતા મુકેશભાઇ ક્રુષ્ણકુમાર ઉર્ફે કીશનને પછાડી દઇ ક્રુષ્ણકુમારને ગંભીર ઇજા કરી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

- text

આ મામલે મોટર સાયકલ ચાલક મોહનભાઇ જમનાભાઇ સૌર જાતે.આદિવાસી ઉ.વ-૨૭ ધંધો-મજુરી રહે.હાલ પીપળી ગામ પાસે મનસુખભાઇના ઇટોના ભટ્ઠા પાસે સેલ્કો સીરામીક પાછળ વાળાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text