મોરબી : રફાળેશ્વર નજીક ડમ્પર બાઈક હડફેટે લેતા વૃધ્ધાનું મોત

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા મોટરસાયકલ પાછળ બેઠેલા વૃધ્ધાનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે રફાળેશ્વર નજીક ડમ્પર ટ્રક નં-જી.જે-૩-એટી-૪૦૯૪ના ચાલકે મોટરસાયકલ નંબર જી.જે-૩૬-એચ.૪૧૩૯ ને પાછળથી હડફેટે લેતા મોટરસાયકલ ડમ્પરના બમ્ફરમાં ભરાઇ જતા ફરીયાદી તથા પાછળ બેસેલ ફરીયાદીના મોટા બા દઇબેન કરશનભાઇ ઉપસરીયા ઉ.૫૮ રહે,મણીયારી તા.ચાણસ્મા જી.પાટણવાળી આગળ વ્હીલમાં આવી જતા પેટમાં છાતીના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

- text

આ અકસ્માત મામલે જતિનભાઇ કનુભાઇ ઉપેરીયા ઉ.૨૧ ધંધો.પ્રા.નોકરી (જોંન્સન સીરામીક) રે.મકનસર ગોકુલનગર રામજી મંદીર પાછળ નકલંક પાર્ક મોરબી વાળાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ડમ્પર મુકી નાસી ગયેલા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text