મોરબી : પત્નીને ધમકી આપતા ફરિયાદ

- text


મોરબી : પતિના આડા સંબંધોથી કંટાળી વાંકાનેર પિયરમાં રહેતી પત્ની ગઈકાલે મોરબીમાં આવતા પતિએ પોતાની પત્નીને જાહેરમાં ગાળો આપી ધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ મયુરીબેન પ્રતિકભાઇ ત્રીવેદી ઉ.૨૫ રહે. વાંકાનેર તાલુકા પંચાયત પાછળ વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં તેણીના પતિ પ્રતિકભાઇ સુરેશભાઇ ત્રીવેદી રહે. મોરબી તાલુકા પોલીસ લાઇન વાળા વિરુદ્ધ ધાકધમકી આપી જાનથી મારી નાખવા ધમકી આપી હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

- text

ફરીયાદમાં જણાવ્યા મુજબ મયુરીબેનના પતિ પ્રતિકભાઈ ત્રિવેદીને પર સ્ત્રી સાથે આડા સંબંધ હોય જેથી આ બાબતે ફરીયાદીએ ઠપકો આપતા અવાર નવાર ઝધડો કરતા તેનાથી ફરીયાદી એકાદ વર્ષથી અલગ પિયરમા રહેતા હોય અને ગઈકાલે મોરબી ખાતે આવતા અગાઉનુ મનદુખ રાખી ફરીયાદી મયુરીબેનને તથા તેમની માતાને ગાળૉ આપતા ગાળૉ આપવાની ના પાડતા ફરીયાદીને ઢીકા-પાંટુ ન મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોઈને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text