મોરબી નગરપાલિકાનો ચાર્જ વાંકાનેર ચીફ ઓફિસર ગિરીશ સરૈયાને અપાયો

- text


સફાઈ કામદારોની હડતાલ, ગંદકી સહિતના પ્રશ્ને જિલ્લા કલેકટર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

મોરબી : મોરબી પાલિકાની કથળેલી સ્થિતિ વચ્ચે છેલ્લા આઠ – આઠ દિવસથી સફાઇ કામદારોની હડતાલ સહિતના પેચિદા પ્રશ્નોને લઈ જિલ્લા કલેકટર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ તાકીદની અસરથી મોરબી પાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ ગિરીશ સરૈયાને સોંપવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી પાલિકા છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફિસરને હવાલે ચાલી રહી છે પરિણામે કાયમી અધિકારીની ગેરહાજરી વચ્ચે પાલિકાનો વહીવટ કથળી ગયો છે જેમાં છેલ્લા એક અઠવાડિયાથી સફાઈ કામદારોની હડતાલને કારણે શહેરભરમાં ગંદકીના ગંજ ખડકાતા શહેરીજનો હાલત કફોડી બની છે.

આ સંજોગોમાં જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લઈ તાકીદની અસરથી મોરબી પાલિકાનો ચાર્જ હળવદ ચીફ ઓફીસર સાગર રાડીયા પાસેથી પરત લઈ વાંકાનેર ચીફ ઓફિસર ગિરીશ સરૈયાને સોંપ્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે વાંકાનેર ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અગાઉ મોરબી ફરજ બજાવી ગયા હોય વહીવટી કુશળતા અને કર્મચારીઓ પાસેથી કામ લેવાની કુનેહ હોય તેમને મોરબીના હિતમાં તાત્કાલિક અસરથી ચાર્જ સોંપ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text