મોરબી રામકૃષ્ણનગરના રસ્તા,ગટર અને લાઈટ પ્રશ્ને રજુઆત

- text


મોરબી : મોરબી હોનારત બાદ છેલ્લા ૩૫ – ૩૫ વર્ષથી મોરબીના રામકૃષ્ણનગર વિસ્તારમાં પાલિકા દ્વારા રોડ રસ્તા બનાવવામાં ન આવતા આજે આ વિસ્તારના રહેવાસીઓએ રસ્તા,ગટર અને સ્ટ્રીટલાઈટ જેવી પાયાની સુવિધા મુદ્દે મોરબી પાલિકા પ્રમુખને લેખિત રજુઆત કરી હતી.

મોરબી-૨ હેઠળ આવતા રામકૃષ્ણ નગરને મચ્છુ હોનારત બાદ સેવા ભાવિ સંસ્થાઓ દ્વારા બનાવાયું હતું તે સમયે રસ્તા બન્યા બાદ આજદિન સુધી પાલિકા દ્વારા અહીં રસ્તા બનાવવામાં આવ્યા નથી એવામાં નળ, ટેલિફોન લાઈન જેવા પ્રશ્ને રસ્તા ખોદાઈ ગયા બાદ રીપેર પણ ન થતા આ વિસ્તારની હાલત બદતર બની છે.

- text

એ જ રીતે રામકૃષ્ણનગરમાં ગટરની પણ સુવિધા ન હોય બારે માસ ચોમાસા જેવો માહોલ રહે છે અને ગંદકીનો પ્રશ્ન અસહ્ય હોવાનું લતાવાસીઓએ જણાવ્યું હતું.

આ ઉપરાંત આ વિસ્તાર પાલિકાની હદમાં ન હોય તેવો વર્તાવ કરી પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટની સુવિધા પણ આપવામાં આવતી ન હોવાનો રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો.

રજૂઆતના અંતે જો સત્વરે આ વિસ્તારને સુવિધા આપવામાં નહિ આવે તો ગાંધીઓ ચીંધ્ય રહે આંદોલન છેડવાની ચીમકી રામકૃષ્ણનગરના રહેવાસીઓએ ઉચ્ચારી હતી.

- text