મોરબીમાં સફાઈ કામગીરી ઠપ્પ : કાયમી ચીફ ઓફિસરની નિમણુંક કરવાની માંગ

- text


પાલિકા પ્રમુખ હાસ્યાસ્પદ નિવેદન બંધ કરે : નગરપાલિકાના સદસ્ય કે.પી.ભાગીયા આગબબુલા

મોરબી : મોરબી શહેરમાં છેલ્લા ચાર- ચાર દિવસથી સફાઈ કામગીરી ઠપ્પ હોવા છતાં પ્રજાની મુશ્કેલીનો અંત લાવવાને બદલે પાલિકા પ્રમુખ બાલિશ હાસ્યાસ્પદ નિવેદન કરી યોગ્ય રીતે શાસન ચલાવતા ના હોવાનો આરોપ પાલિકાના જ વોર્ડ નંબર ૧૦ ના સદસ્ય કે.પી.ભાગીયાએ લગાવ્યો છે.

મોરબી શહેરમાં છેલ્લા ૪- ૫ દિવસથી જ્યાં જુઓ ત્યાં કચરોના ઢગલા, ઉભરાતી ગટરના ઉભરાતા પાણી જેથી હાલનું મોરબી નર્કગાર જેવી પરિસ્થિતીમાંથી પસાર થઇ રહ્યું છે તો બીજી તરફ નગરપાલિકાના દલા તરવાડી જેવા તઘલખી વહીવટી નિર્ણયથી મોરબીની પ્રજા સફાઈ અને સ્વછતાના નામે બાનમાં લેવામાં આવે છે.

છેલ્લા ચાર- પાંચ દિવસથી સફાઈકર્મીઓ સતાધારી પક્ષની વહીવટી અણઆવડત થી હડતાલ ઉપર છે. ત્યારે મોરબીની પ્રજા ને ગુમરાહ કરવા માટે વતર્માન પ્રમુખ શ્રી હાસ્યપદ નિવેદનો દ્વારા પોતાની અણઆવડત છતી કરેલ છે.
મોરબી શહેરને સ્વચ્છ અને સુંદર રાખવું તે તમામ ચૂંટાયેલા સદસ્ય ઈચ્છે છે.પરંતુ સત્તધારી પક્ષની પ્રશ્ન ઉકેલવાના અણઆવડત ભર્યા વહીવટથી સફાઈ કર્મચારીઓના પ્રશ્ન યેન-કેન પ્રકારે ટલે ચડાવી ગુમરાહ કરી કોંગ્રેસ પક્ષને બદનામ કરવાનું ષડ્યંત્ર હોય તે ફલિત થાય છે. તેમજ નગરપાલિકા બિન અનુભવી અણઆવડત ભર્યા વહીવટ થી ચાલે છે તે નજરે દેખાઈ આવે છે.

- text

પ્રજાના પ્રશ્ને જનરલ બોર્ડ પણ બોલાવવાની તસ્દી સત્તાધારી પક્ષ લેતું નથી અને જો લાજ શરમ હોય તો તાકીદે વિરોધ પક્ષે માગણી કરેલ રીકવીઝીશન બેઠક બોલાવી મોરબી શહેર ને પજવતા પ્રશ્નનું સાથે મળી નિરાકરણ લાવે તેવું સમગ્ર નગરજનો ઈચ્છે રહ્યા છે.
મોરબી નગરપાલિકા “એ-ગ્રેડ” ની નગરપાલિકા છે. અને મોરબી શહેર ઔદ્યોગિક સિટી છે છતાં હાલ ના સમયે મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફીસર મુકાતા નથી અને નગરપાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફીસરથી ચાલે છે જેથી ચીફ ઓફિસર પુરતી હાજરી આપી શકતા નથી અને ગેરહાજર રહે છે જેથી નગરજનો પોતાના કાયમી પ્રાણ સમા પ્રશ્નના નિકાલ માટે “જાયે તો કહા જાયે” તેવી પરિસ્થિતી સર્જાય છે.
અંતમાં મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફીસરની નિમણુંક અને સફાઈ કામદારના ગુંચવાયેલા પ્રશ્નનું નિરાકરણ નહિ લાવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી મોરબી નગરપાલિકા વોર્ડ નં ૧૦ ના સદસ્ય કે.પી ભાગીયાએ ઉચ્ચારી હતી.

- text