મોરબીમાં હેલ્થી ફૂડ કોમ્પિટિશન યોજાઈ

- text


૧૦૦ થી વધુ બહેનોએ અલગ – અલગ વાનગીઓ બનાવી

મોરબી : બજારના ચટાકેદાર ખાન- પાનને કારણે લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે ત્યારે બજાર કરતા પણ વધુ ચટાકેદાર અને આરોગ્યપ્રદ ભોજન ઘરે જ બનાવી શકાય તેવા હેતુથી મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત યુવા જ્ઞાનોત્સવમાં હેલ્થી ફૂડ કોમ્પિટિશન આયોજન કરાયું હતું જેમાં ૧૦૦ જેટલા બહેનોએ અવનવી વાનગીઓ રજૂ કરી હતી.

મોરબીમાં યીજયેલ ત્રી દિવસીય યુવા જ્ઞાનોત્સમાં રવિવારે હેલ્થી ફૂડ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું જેમાં બહેનોએ અવનવી વાનગીઓ રજુ કરી હતી, બહેનોએ જાતે તૈયાર કરેલી રેસિપીઓમાં મોટા ભાગ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

- text

આ હેલ્થી ફૂડ કોમ્પીટીશનમાં કેટલાક બહેનોએ તો ટિપિકલ ડોશી વૈદુ જીવંત રાખવા ફણગાવેલા કઠોળ, બાજરી, અળવીના પાન સહિતના વ્યનજનો ઉમેરી આરોગ્યપ્રદ આયુર્વેદિક ડિશો પણ બનાવી હતી અને આ ડિશ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ હેલ્થી ફૂડ કોમ્પિટિશનના આયોજકોએ જણાવ્યુંભતું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય લોકો બહારનું જમવાનું છોડી ઘરમાં જ આરોગ્યપ્રદ ભોજન બનાવે અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે તેવો છે.

 

- text