મોરબીમાં સફાઈ કામદારોની હડતાલ : ચાર દિવસથી સફાઈ ઠપ્પ

- text


કોન્ટ્રાકટર અને રોજમદાર કર્મચારીઓ વચ્ચે વિવિધ માંગણી મુદ્દે મંડાગાંઠ

મોરબી : મોરબી નગરપાલિકાના કોન્ટ્રાકટ બેઇઝ સફાઈ કામદારો અને કોન્ટ્રાકટર વચ્ચે મંડાગાંઠ સર્જાતા છેલ્લા ચાર દિવસથી શહેરભરમાં સફાઈ કામગીરી ઠપ્પ થઈ જવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી નગરપાલિકામાં કામ કરતા ૨૫૦ થી વધુ રોજમદાર સફાઈ કર્મચારીઓ કોન્ટ્રાકટ પદ્ધતિથી કામ કરી રહ્યા છે જેમને રૂ.૨૩૦ દૈનિક પગાર ચૂકવવામાં આવે છે.

- text

પરંતુ નવા કોન્ટ્રાકટમાં કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણી ઉઠાવી કાયમી કર્મચારીને મળતા પી.એફ. મેડીકલ જેવા લાભો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા માંગ સંતોષવામાં નહિ આવતા કર્મચારીઓ દ્વારા છેલ્લા ચાર દિવસથી કામગીરી ઠપ્પ કરી દીધી છે.

આમ, સફાઈ કર્મચારીઓની હડતાળને પગલે મોરબીના શહેરીજનોને ગંદકી સહન કરવાનો વારો આવ્યો છે.

 

- text