મોરબીમાં દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન

- text


સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બાળકોને વિનામૂલ્યે સાધનો અપાશે

મોરબી : સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મોરબીમાં દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં દિવ્યાંગ બાળકોને વિના મૂલ્યે સાધનો આપવામા આવશે.

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મોરબી તાલુકાની શાળામાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા અને દિવ્યાંગતા અંગેનું સીવીલ હોસ્પિટલનું સર્ટિફિકેટ ધરાવતા OH- અસ્થિ વિષયક ( હાથ કે પગની ખામી , પથારીવશ બાળક ) ,
HI- શ્રવણ મંદ ( સાંભળવાની અને બોલવાની તકલીફ , TB- સંપુર્ણ અંધ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન તા-૨૦-૦૧-૨૦૧૮ ના રોજ સવારે ૯:૦૦ કલાકે બી.આર.સી. ભવન મોરબી , ત્રાજપર ચોકડી , સામા કાંઠે ખાતે આયોજન થનાર છે, વધુમાં
એસેસમેન્ટ થયેલ દિવ્યાંગ બાળકોને વિના મૂલ્યે સાધનો આપવામા આવશે.

- text

આ એસેસમેન્ટ કેમ્પમાં બાળકનો પાસ પોર્ટ સાઈઝ નો ફોટો , દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અથવા નજીકના તાલુકાના આરોગ્ય અધિકારીના દિવ્યાંગતાના વર્ણનવાળું પ્રમાણપત્ર , જન્મનો દાખલો , આધાર કાર્ડ , રેશન કાર્ડની નકલ , વાલીનું માસીક રૂ-૧૫૦૦૦/- કરતા ઓછી આવકનું પ્રમાણપત્ર સાથે લઇને ઉપરોક્ત મુજબના સરનામે હાજર રહેવાનું રહેશે.

- text