ઇન્ટરવ્યૂ આપવા જાવ છું કહી મોરબીમાંથી યુવાન લાપતા

- text


મોરબી : હળવદ ઇન્ટરવ્યૂ આપવા જાવ છું કહી બે દિવસ પહેલા મોરબીથી નીકળેલા યુવાનનો કોઈ પતો ન લાગતા ગઈકાલે આ યુવાનના માતાએ મોરબી એ ડિવિઝન પોલીસમાં ગુમશુદા નોંધ કરાવી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગ્રીનચોક નજીક સાંકળી શેરીમાં રહેતો મનીષ જેન્તીભાઈ ગણાત્રા ઉ.૨૦ નામનો યુવાન ગત તા.૨૮ ના રોજ સવારે સાડા દસ વાગ્યે ઘેરથી હળવદ ઇન્ટરવ્યૂ આપવા જાવ છું કહી નીકળ્યા બાદ કોઈ આતો પતો ન લાગતા યુવાનના માતા જ્યોત્સનાબેન ગણાત્રાએ એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાનો પુત્ર ગમ થવા અંગે ફરિયાદ નોંધાવી છે.

- text

આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલિસે ગુમ થયેલ યુવાનની ભાળ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.

આ યુવાન અંગે કોને જાણ થાય કે પતો મળે તો મોબાઈલ નંબર 9925889983, 9879582394 ઉપર જાણ કરવી.

- text