મોરબીના બાળકોએ રજુ કર્યો અદભુત સ્માર્ટ સીટી પ્રોજેકટ

ન્યુ એરા પબ્લિક સ્કૂલના ૮૫૦ બાળકોએ સ્પેક્ટ્રમ- ૨૦૧૭ અંતર્ગત રજૂ કર્યા અવનવા પ્રોજેકટ

મોરબી : મોરબી ન્યુ એરા પબ્લિક સ્કૂલના બાળકોએ શાળાના એન્યુઅલ ફંક્શન સ્પેક્ટ્રમ-૨૦૧૭ માં સ્માર્ટ સિટીનો અદભુત પ્રોજેકટ રજૂ કરી પ્રદુષણ મુક્ત આધુનિક શહેર કેવું હોય તેની ઝલક બતાવી હતી, સોલાર, વિન્ડપાવર થકી આધુનિક શહેરીકરણનો ખ્યાલ આપતો આ પ્રોજેકટ મોરબી નગરપાલિકાના સતાધીશોએ એક વખત નિહાળવો જરૂરી છે.

સ્પેક્ટ્રમ-૨૦૧૭ અંતર્ગત ન્યુ એરા પબ્લિક સ્કૂલ દ્વારા બાળકોમાં રહેલી શૂસુપ્ત શક્તિઓ બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, સ્પેક્ટ્રમમાં ન્યુએરા શાળાના ધોરણ ૧ થી ૧ર ના ૮૫૦ બાળકોએ અવનવા પ્રોજેકટ રજુ કર્યા હતા જેમાં ખાસ કરીને આવનાર ભવિષ્યમાં સારવાર પદ્ધતિમાં અતિ ઉપયોગી એવી બાળકોની નાળ એટલે કે સ્ટેમસેલનો ઉપયોગ અંગે બાળકો દ્વારા ખૂબ જ સુંદર જાણકારી રજૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત બાળકો વિવિધ દેશોની સંસ્કૃતિ રજુ કરવાની સાથે-સાથે દેશની સરહદે ફરજ બજાવતા વીર જવાનો અંગે પ્રેઝન્ટેશન રાજુ કરવામાં આવ્યું હતું અને સૈનિકો માટે ફંડ પણ એકત્રિત કરવામાં આવ્યું હતું,

સ્પેક્ટ્રમ-૨૦૧૭ માં બાળકોએ આબેહૂબ બાળ સંસદ ડ્રામાં રૂપે રજુ કરી સંસદના પ્રશ્નોતરી કાળની જેમજ પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા અને બાળકોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ કેમ મેળવવો તે અંગે માર્ગદર્શન આપતી માહિતી પણ પીરસી હતી.

આમ, ન્યુ એરા પબ્લિક સ્કૂલના બાળકોએ નાની ઉંમરે મોટું કામ કરી અદભુત પ્રોજેકટ રજુ કરી મુલાકાતીઓને દંગ રાખી દીધા હતા, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક હાર્દિકભાઈ પાડલીયા અને શાળાના સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી.