મોરબીના ભડિયાદ ગામે છ જુગારી ઝડપાયા

- text


મોરબી તાલુકા પોલીસે રૂપિયા ૧૩૧૦૦ ની રોકડ રકમ જપ્ત કરી

મોરબી : મોરબીના ભડિયાદ ગામે નદીના પટમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રૂપિયા ૧૩૧૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભડીયાદ ગામની સીમમાં આવેલી જીવરાજભાઈ મનજીભાઈ અઘારાની વાડી પાછળની નદીના પટમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસની ટીમ જુગારધામ ઉપર ત્રાટકી હતી અને તીનપત્તિનો જુગાર રમતા આરોપી ભાણજી પ્રભુ કોરવાડીયા, ઉ.૫૪ રહે. નાની વાવડી, આદમ ઉર્ફે ઇશા ઉસલેમાન સુમરા ઉ.૫૦ રહે. સરવડ તા. માળિયા, રેવા ઉર્ફે નીતિન અરજણ શિયાળ ઉ.૩૩ રહે. સો-ઓરડી મોરબી, રમેશ ઉર્ફે રામજી મલાભાઇ રાતડીયા ઊ.૩૮ રહે. સો ઓરડી મોરબી, અરજણ ખોડા રાતડીયા ઉ.૪૯ રહે. સો ઓરડી મોરબી અને માલજી ચકુ રોસીયા ઉ.૩૫ રહે. મફતિયાપરા મોરબી-૨ વાળાને ઝડપી લઈને ૧૩,૧૦૦ ની રોકડ રકમ જપ્ત કરી હતી.

આ મામલે મોરબી તાલુકા પોલીસે તમામ આરોપી વિરુદ્ધ જુગરધારની કલમો મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text